સ્વરાલય ધ ક્લબ અને RR KR દ્વારા આશા ભોસલેને સંગીતમય શ્રદ્ધાંજલિ – “સ્વરાંજલિ”
RR KR તરીકે જાણીતી જોડી – રાહી રાઠોર અને કશિશ રાઠોર – તેમજ તમામ સ્વરાલિયન્સે આશાજીના સુપ્રસિદ્ધ ગીતો રજૂ કર્યા. કાર્યક્રમ દરમિયાન તેમના સંગીત સાથે જોડાયેલા રસપ્રદ પ્રસંગો, ગીતોની ખાસ વાતો અને યાદગાર ક્ષણોને પણ તાજી કરવામાં આવી.
RR KRએ જણાવ્યું કે આશા ભોસલે માત્ર તેમના જ નહીં, પરંતુ પેઢી દર પેઢી સુધી લોકોના આદર્શ તરીકે રહેશે. પ્લેબેક સિંગર કશિશ રાઠોર વર્સેટાઇલ ગાયિકા છે, છતાં જૂના ગીતોમાં તે ખાસ કરીને આશાજીના ગીતો ગાવાનું પસંદ કરે છે.રાહી રાઠોરે પોતાનું પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ બંકિમ પાઠક સાથે આશાજીનું લોકપ્રિય ગીત “ચુરા લિયા”થી શરૂ કર્યું હતું. તેથી RR KRએ 11મી તારીખે સ્વરાલિયન્સ સાથે મળીને આશાજીને “સ્વરાંજલિ” અર્પણ કરી, તેમની પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને જણાવ્યું કે આશાજી પોતાના ગીતો દ્વારા હંમેશા અમર રહેશે.
સંકલન:કલ્પેશ પટેલ, અમદાવાદ
મો:9879407774,
9979407774
0 comments: