Sunday, 7 June 2026

ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનની બદલી થતા ભવ્ય વિદાયમાન અપાયું

SHARE
ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનની બદલી થતા ભવ્ય વિદાયમાન અપાયું

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા- જીટોડીયા ખાતે છેલ્લા પાંચ વર્ષથી ચર્ચના મુખ્ય સભા પુરોહિત તરીકે પોતાની સેવા આપતા ફાધર જગદીશ મેકવાનની તાજેતરમાં બિશપ શ્રી દ્વારા બદલી કરવામાં આવતા તેઓને ખેડા જિલ્લાના માતર ખાતે મુખ્ય સભા પુરોહિત તરીકે મૂકવામાં આવ્યા છે. 

ચાવડાપુરા ચર્ચ ખાતે ફાધર જગદીશ મેકવાને પાંચ વર્ષ જેટલા સમય માટે પોતાની સેવા આપી છે. આ પાંચ વર્ષ દરમિયાન ફાધર જગદીશ મેકવાને ધર્મજનોને ધાર્મિક ભાથુ પીરસ્યું છે. ધર્મજનોને તેમણે વિશેષ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, સેવા, માફી અને 
ભાઈ ચારાનો સંદેશ આપ્યો હતો. 

આજે ચાવડાપુરા ચર્ચ ખાતે ધર્મજનો દ્વારા ફાધર જગદીશ મેકવાને પાંચ વર્ષ દરમિયાન તેમણે કરેલા સેવાકીય કાર્યોની નોંધ લઈને બિરદાવવામાં આવ્યા હતા અને પુષ્પગુચ્છ આપી, સાલ ઓઢાડી, સ્મૃતિ ભેટ આપીને ધર્મજનોએ ફાધર જગદીશ મેકવાન પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી. 

ચર્ચમાંથી બહાર નીકળતા જ તેમની ઉપર પુષ્પોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને ધર્મજનો આ તબક્કે ફાધર પ્રત્યેના પ્રેમ અને લાગણીને કારણે હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. 

ફાધર જગદીશ મકવાને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ચાવડાપુરા તાબાના ધર્મજનો દ્વારા પુષ્કળ પ્રેમ મળ્યો છે અને આ તાબામાં સેવાકીય કાર્યો કરવામાં કોઈ તકલીફ પડી નથી. દરેક ધર્મજને સાથ અને સહકાર આપ્યો તે માટે તેમણે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી. 

આ તબક્કે નવા વરાયેલ ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર સીરીલ ડાયસ ને આવકારવામાં આવ્યા હતા. 

ફાધર જગદીશ મેકવાનના વિદાય સમારોહમાં ફાધર આરોક, ફાધર પ્રમોદ, સિસ્ટર હંસા સહિત ચાવડાપુરા જીટોડીયા તાબાના વિવિધ ગામોમાંથી પધારેલ ધર્મજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 


સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9979407774,
9879407774
SHARE

Author: verified_user

0 comments: