Monday, 27 May 2019

આણંદ ના વલાસણ ગામે છ કરોડના ખર્ચે નવું મેલડી માતાનું મંદિરનું નિર્માણ કરશે :શિલાન્યાસ વિધીનો પ્રારંભ

SHARE

આણંદ ના વલાસણ ગામે છ કરોડના ખર્ચે નવું મેલડી માતાનું મંદિરનું નિર્માણ કરશે :શિલાન્યાસ વિધીનો પ્રારંભ


વલાસણ ના મેલડી માતાના મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે  

આણંદ તા ૨૭ -આણંદ તાલુકાના વલાસણ ગામે પ્રાચીન મેલડી માતાનું મંદિર આવેલું છે આ વર્ષે જુના મેલડી માતાના મંદિરનું ટ્રસ્ટી મંડળ દ્વારા છ કરોડના ખર્ચે નવનિર્માણ કરીને અદ્યતન મંદિર બનાવવામાં આવનાર છે જેનું આજરોજ શિલાન્યાસ વિધીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ૪૫૦ થી વધુ યુગલો પૂજાવિધિમાં બેઠાં છે

બપોરે વિજય મૂહર્ત ૧૨.૩૯ એ શિલાસ્થાપન વિધિ કરવામાં આવી હતી અને સાંજે પુર્ણાહુતી કરવામાં આવી હતી વલાસણ મેલડી માતાના મંદિર નો ઈતિહાસ વર્ષો જુનો છે વર્ષો પેહલા ગાયકવાડી સાશન દરમ્યાન સૌ પ્રથમ બ્ર્હામ્ભટ્ટ સમાજના લોકોને અહિયાં પડાવ નાંખ્યો હતો અને ગાયકવાડ સરકારે તેઓને સ્થાપિત કર્યાહતા ત્યારબાદ પટેલ ,ક્ષત્રિય સહીત તમામ કોમના લોકો અહિયાં રહેવા માટે આવ્યા હતા અહિયાં પ્રસ્થાપિત મેલડી માતા અંગે બે લાક્વાયકાચાલી ગયા રહ્યા છે ૪૦૦ વર્ષ અગાઉ વલાસણ ના ચરામાંથી વણઝારા પસાર થઈ  રહ્યા હતાં અને તેઓએ રાતવાસો અહિયાં કર્યો હતો ત્યારે તેઓ પોતાની સાથે મેલડી માતા ને લાવ્યા હતા અને તેઓ જ્યાં રોકાય ત્યાં તેની પૂજા કરતા હતા જોકે રાતવાસો કર્યા બાદ સવારે એક ઝાડ નીચે પ્રસ્થાપિત કરેલ મેલડી માતાને લઈજવાનું તેઓ ભૂલી ગયા હતા અને ૩૦ થી ૩૫ કિલોમીટર ચાલ્યા બાદ તેઓને યાદ આવતાં પરત લેવા માટે આવ્યા હતા અને માતાને બહુ આજીજી કરી હતી પરંતુ માતાએ અહિયાં રોકાય ગયા હતા જેથી નાનકડી ડેરી બનાવી તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું જયારે બીજી વાયકા પ્રમાણે ગામના ભગવાનભાઈ પટેલ સીમમાં આવેલ વડના ઝાડને કાપી રહ્યા હતા ત્યારે ખાડો ખોદતા ત્યાંથી મેલડી માતાની મૂર્તિ પ્રગટ થઇ હતી જેથી ગ્રામજનોએ જે ટે સમયે મેલડી માતાની સ્થાપના કરી હતી આમ આ વર્ષો જુના મંદિરે દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મેલડી માતા મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દશરથભાઈ કે .પટેલ ,મંત્રી અનુજ્ભાઈ ઈમાનદાર ,કારોબારી સભ્ય પ્રમોદભાઈ એસ.રબારી તથા ઘનશ્યામભાઈ કે,પટેલ વલાસણ મેલડી માતાના મંદિરના નવનિર્માણ કરવા માટેનું કાર્ય હાથ ધર્યું છે મંદિર ટ્રસ્ટ પાસે પણ ભંડોર અતુ પરંતુ વિશાળ મંદિર બનવવાનું હોય જેથી ટ્રસ્ટના સભ્યો એ ગામમાં તથા આજુબાજુના ગામોમાં ફરીને મોટા પ્રમાણમાં દાન એકત્ર કર્યું છે ત્યારે દાનમાં એક કરોડ થી વધુ ની રકમ મળી હતી ત્યારબાદ છ કરોડના ખર્ચે મંદિરનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે


SHARE

Author: verified_user

0 comments: