ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં આવેલી નગર સેવા સદન મહેમદાવાદમાં ફાયર સેફટી નો સંપૂર્ણ અભાવ....??
મહેમદાવાદ તા 29 -તાજેતરમાં સુરતનાં સરથાણા ખાતે આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્ષમા બનેલ ગોઝારી દુર્ઘટનામાં 20થી વધુ વિદ્યાર્થી બાળકોનો ભોગ લેવાયો છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ફાયરસેફ્ટીની સુરક્ષા વ્યવસ્થા ને ધ્યાને લઈને દરેક જગ્યાએ સ્કૂલો-કોલેજો, હોસ્પિટલો, પ્રાથમિક શાળાઓ, મોટી મોટી બિલ્ડિંગો, સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો, હોટલો - રેસ્ટોરન્ટો, રહેણાંક ફ્લેટો, કંપનીઓ વગેરે જેવા જનજીવનની અવરજવર વાળા સ્થળોએ ચુસ્તપણે કાયદાકીય ફાયર સેફટી ને લઈને કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યાએ નોટિસો પણ આપવામાં આવી છે. અને જરૂર પડે શીલ મારવામાં આવે છે. ત્યારે મહેમદાવાદ નગરપાલિકા કાયદા ને ધોઈ પી જતી હોય તેમ મહેમદાવાદ નગર સેવા સદનમાં ફાયર સેફટી ના કોઈપણ જાતના ઉપકરણો /સાધનો નથી ત્યારે વધુમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે
મહેમદાવાદ નગરપાલિકામાં બે લાયબંબા છે પરંતુ તેને ચલવાનારા ફાયર બ્રિગેડના ટ્રેનર ડ્રાઈવર નથી.....!! ત્યારે ત્રણ માળની નગરપાલિકા કચેરીમાં રોજબરોજ શહેરના નાગરિકો વિવિધ પ્રકારના કામ અર્થે આવતા હોય છે. ત્યારે નગરપાલિકા કચેરીમાં લગભગ ૪૦ થી ૬૦ અધિકારી, કર્મચારીગણ, પટાવાળા, રોજમદાર કર્મચારીઓનો સ્ટાફ છે. મહેમદાવાદ નગરપાલિકા કચેરીમાં સરકારી ફાઈલો, શહેરના વિવિધ પ્રકારના કામો, સરકારી ગ્રાન્ટો, ચુંટાયેલા નગરસેવક દ્વારા કરવામાં આવતા ઠરાવો, રોજના કામોના હિસાબો, બેન્કના લેવડદેવડની પાસબુકો તેમજ શહેરનાં વિવિધ પ્રકારના કામોનાં સરકારી દસ્તાવેજો એટલે કે અગત્યના સરકારી પાનાં પત્રો રાખવામાં આવે છે ત્યારે જોવા જઈએ તો આ સમગ્ર સરકારી ફાઈલો સાથે દસ્તાવેજોની જાળવણી એટલે કે સુરક્ષા માટે નગરપાલિકાએ સુરક્ષિત જાળવણી કરી આગ ન લાગે અને સરકારી ફાઈલો અને દસ્તાવેજો બળીને ખાખ ના થાય તેમજ આવી આગના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર સેફટી ના ઉચ્ચારણ તેમજ ઉપકરણો કે વ્યવસ્થા કરવાની રહે છે. ત્યારે ખાનગી તપાસ કરતાં જોવા મળે છે કે મહેમદાવાદ નગરપાલિકામાં આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીના સાધનોની કોઈ જ પ્રકારની સુવિધા નથી તે ફોટામાં જોવા મળે છે, ત્યારે જોવા જઈએ તો ઘણાં વર્ષો પહેલાં વિરોલ દરવાજા અંદર નવી બની નહોતી તે પહેલાં જુની મહેમદાવાદ નગરપાલિકા કાર્યરત હતી તે સમયે ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટથી આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં શહેરના અગત્યના સરકારી દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયાં હતાં અને એ સમયે શહેરમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો કે આ આગ નગરપાલિકાના દસ્તાવેજો બળવા માટે જ લગાવવામાં આવી હતી....!! ત્યારે થોડા વર્ષો પહેલાં બનેલી નગર સેવા સદન મહેમદાવાદમા આગ ન લાગે તેના માટે કોઈ જ પ્રકારની સુવિધા કરવામાં નથી આવી....!! ત્યારે જોવા જઈએ તો શું......?? મહેમદાવાદ નગરપાલિકા સુરતમાં બનેલી ખુબ જ દર્દનાક ગોઝારી દુર્ઘટના નગર સેવા સદનમાં બને તેની રાહ જોઈ રહી છે. એક ઉદાહરણ નગરપાલિકાના અધિકારી માટે “ડાહ્યી સાસરે જાય નહીં અને ગાંડી ને શિખામણ આપે”
by -વિરાંગ મહેતા -મહેમદાવાદ


0 comments: