મિશન મંગલમ્ જૂથની પ્રોડક્ટનાં માર્કેટીંગ માટે કેવડીયા ખાતેનાં
સ્ટેચ્યું ઓફ
યુનિટીનાં પરિસરમાં વેંચાણ કેન્દ્ર ખોલવામાં આવશે
- જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ
ગરૂડેશ્વર તાલુકાનાં નાનાઝુંડા ગામની બન્સરી મિશન મંગલમ્ જુથની ડૉ.
જીન્સી વિલીયમે લીધેલી મુલાકાત
રાજપીપળા,તા29- નર્મદા જિલ્લા
વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે નર્મદા જિલ્લાના મિશન મંગલમ્ જૂથો તેમની
બનાવટની વસ્તુઓનો પુરતો ભાવ મળી રહે અને તેનું વેંચાણ પણ સારા પ્રમાણમાં થાય તથા
માર્કેટીંગ પણ મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. મિશન મંગલમ્ જૂથમાં ૧૦ જેટલી બહેનો
સાથે મળી વિવિધ જાતની વસ્તુઓ બનાવી વેંચાણ કરી સારી આવક મેળવતી હોય છે. આ બધી
બહેનો વધુ ઉત્પાદન કરી વધુ આવક મેળતી થાય, તેમનો ઉત્સાહ વધે તેવા હેતુસર જિલ્લા
વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ જિલ્લાના મિશન મંગલમ્ જૂથોની રૂબરૂ મુલાકાત
લઇ યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી રહ્યાં છે.
જિલ્લા વિકાસ
અધિકારી ડૉ. જીન્સી વિલીયમે આજે ગરૂડેશ્વર તાલુકાના નાનાઝુંડા ગામની બન્સરી મિશન
મંગલમ્ જૂથની મુલાકાત લીધી હતી. બન્સરી મિશન
મંગલમ્ જૂથમા ૧૦ જેટલી બહેનો સાથે મળીને સેનેટરી નેપ્કીન બનાવવાની
કામગીરી શરૂ કરેલ છે. વાત્સલ્ય ફાઉડેશન દ્વારા તાલીમ પામેલી બહેનોને ઓ.એન.જી.સી.ના
ફંડમાંથી સેનેટરી નેપ્કીન બનાવવાનું મશીન આપવામાં આવેલ છે. આ મશીન પર સેનેટરી
નેપ્કીન બનાવી સ્થાનિક વેંચાણ કરી રહ્યા છે. ડૉ. જીન્સી વિલીયમે બન્સરી મિશન મંગલમ્ જૂથની
બહેનો સાથે વાર્તાલાપ કરી વિગતો મેળવી હતી. બન્સરી મિશન મંગલમ્ જૂથની બહેનોને
મુંજવણ હતી માર્કેટીંગની ડૉ. જીન્સી વિલીયમે આ બહેનોને કેવડીયા ખાતેનાં સ્ટેચ્યું
ઓફ યુનિટીના પરિસરમાં વેંચાણ કેન્દ્ર ખોલવાની અને ત્યાં જિલ્લાની સેનેટરી
નેપ્કીન બનાવતી ત્રણ
જેટલી મિશન મંગલમ્ જૂથની સેનેટરી નેપ્કીનની બનાવટ વેંચાણ અર્થે રાખી
વેંચાણ કરી શકાશે તેમ જણાવતાં આ બહેનોની મુંજવણ ડૉ. જીન્સી વિલીયમે દૂર કરી હતી.
વધુમાં જિલ્લા
વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમે સેનેટરી નેપ્કીન
બનાવ્યા બાદનાં નકામા વધેલાં મટીરીયલમાંથી નાની બેગ કે ફલાવર પોટ જેવી વસ્તુ બનાવી
તેને પણ વેંચાણ કરી વધુ આવક મેળવવાં વિશે માર્ગદર્શન આપ્યું હતું. તે માટે આરશેટી
દ્વારા તાલીમ પણ અપાવી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની ડૉ.
જીન્સી વિલીયમે બહેનોને જણાવ્યું હતું. જિલ્લા લાઇવલીહુડ મેનેજર સુશ્રી ભાવનાબેન
બારીયા , જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી
વિલીયમ સાથે જોડાયને તેમને માહિતગાર કર્યાં હતા.



0 comments: