Tuesday, 18 May 2021

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ના કડાછલા ગામની એન્જીનીયર ખ્યાતિ પંડ્યાને ચિત્રો દોરવાનો અનેરો શોખ

SHARE
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ના કડાછલા ગામની  ખ્યાતિ પંડ્યા જેઓએ કોમ્પ્યુટર એનજીયરીગ સુધી નો અભ્યાસ કરેલ છે પણ છેલ્લા ઘણાં વર્ષોથી પેઈન્ટિંગ કરવાના શોખ હતો.  છેલ્લા સાત વર્ષ થી ચિત્ર દોરવાનું ચાલુ કર્યું છે અને ચિત્ર દોરતા દોરતા પોતે જ માહિર બની ગઈ ત્યારબાદ  તેઓએ ભગવાન ના તેમજ અનેક  નાના મોટા ચિત્રો દોર્યા અને અંદર સરસ કલર પુરી બનાવ્યા છે . સૌથી પેહલા તેઓએ પેન્સિલ ચિત્ર થી શરૂઆત કરી હતી  અંબે માતા નું ચિત્ર દોર્યું હતું.  પછી  બીજું ચિત્ર કાળિયા નાગ ઉપર નૃત્ય કરતા કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોર્યું હતું. ત્યાર પછી  ચિત્ર દોરવામાં વધારે રુચિ જાગી. અને  કુદરતી દ્રશ્ય , ગાયનું પૂજન કરતી સ્ત્રી , મટકી ફોડતા ક્રિષ્ન અને બલરામ , ગિટાર વગાડતી છોકરી , અને બીજા કાર્ટૂન જેવા કે ડોરેમોન , મિકી માઉસ , ના ચિત્રો પણ દોર્યા છે. અને બીજા મે અનેક પેઇન્ટિંગ દોર્યા છે જે મે સરસ મજાના કલર પૂરી ને બનાવ્યા છે..જેમાં શિવજી નું પેઇન્ટિંગ , પૂનમ ની રાત્રે  નૃત્ય કરતાં રાધાક્રિષ્ન , ગણપતિ નું ચિત્ર, પૂનમની રાત્રે ચાંદ ને નિહારતું કપલ , વાંસડી વગાડતા ક્રિષ્ના ભગવાનનું ચિત્ર , અને બીજા ઘણા નાના મોટા ચિત્રો દોર્યા છે.

વિશેષ અહેવાલ:કલ્પેશ પટેલ
SHARE

Author: verified_user

0 comments: