ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડભાણ ગામે ખેડા જિલ્લા ભાજપના મંત્રી શોભનાબેન પરેશભાઈ પટેલ તરફથી ગામના જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ કીટ વિતરણમાં નડીઆદના નિતેશ પરમાર (નિત) અને સરદાર પટેલ યુથ કલબના યુવાનોના સહયોગ અને સહકાર રહ્યો હતો અને તેઓ દ્વારા આગળ પણ જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ, ફેસ માસ્ક, સેનેટાઈઝર, હોમિયોપેથી દવાનું પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તેવું ખેડા જિલ્લા ભાજપ મંત્રી શોભનાબેન પટેલે જણાવ્યું હતું
ફોટો-કલ્પેશ પટેલ,નડિયાદ
0 comments: