નેશનલ અપની પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પટેલ ની વરણી કરવામાં આવી..
પક્ષની રાષ્ટ્રીય કારોબારી દ્વારા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભગતસિંહ જી બીષ્ટ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશના *પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પટેલ* ની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે માનનીય રાષ્ટ્રીય મહાસચિવ શ્રી પ્રવીણસિંહ બી. સિંધા એ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવાની મંજૂરી આપતા શ્રી ધર્મેન્દ્ર પટેલ ગુજરાત પ્રદેશ માં પાર્ટીનું નેતૃત્વ કરવા યોગ્ય વ્યક્તિ છે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ એવી વ્યક્તિ છે કે જે સમાજનાં હિતમાં કાર્ય કરે છે અને સૌ સાથે પ્રેમથી આગળ વધે છે. તેઓ એક એવા સામાજિક કાર્યકર છે, જેમની પાસે સમાજની સેવા માટે સંપૂર્ણ જીવન દિલથી સમર્પિત કરવાની ક્ષમતા હોય છે. વધુ માં નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હું આપેલ જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવીશ અને *નેશનલ અપની પાર્ટી* એ મારા પર જે સંપૂર્ણ નિષ્ઠા વ્યક્ત કરી છે તેને હું સંપૂર્ણ સમર્પણ સાથે નિર્વહન કરીશ અને આજે હું શપથ લઉં છું કે, પક્ષની રચના અને દેશના બંધારણની રક્ષા કરતી વખતે, અને હું મારા તમામ પદાધિકારીઓ, અને કાર્યકરોને સાથે રાખવા અને રહેવા પ્રેરણા આપીશ. હું રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભગતસિંહ બિષ્ટજી અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રવિણસિંહ સિંધા જી નો પણ આભાર માનું છું અને ખાતરી આપું છું. સાથે જ આજે હું પરશુરામ જયંતિ અને ઈદ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. આ પ્રસંગે તમામ લોકો સ્વસ્થ રહે એવી ભગવાન ને પાર્થના કરું છું, આવી મહામારીમાં, આપણે બધાએ એક સર્વશક્તિમાન માં વિશ્વાસ રાખવો પડશે. અને મને ખાતરી છે કે આપણે જલ્દીથી આ મહામારીથી છૂટકારો મેળવશું.
હું ફરી એકવાર સમગ્ર ગુજરાત રાજ્યના પદાધિકારીઓનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે તમે બધા સાથે મળીને કાર્ય કરો અને પાર્ટીને આગળ વધારવા સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારી પૂર્વક પોત પોતા ના કાર્યો નું નિર્વહન કરવા ધર્મેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
0 comments: