Friday, 6 August 2021

જેસીરેટ વીગ ઓફ જેસીઆઇ બરોડા અલકાપુરી ના ચેરપર્સન શ્વેતા શાહ અને ટીમ દ્વારા ઓપન બરોડા ખાના ખજાના કોનફીસટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું

SHARE

જેસીરેટ વીગ ઓફ જેસીઆઇ બરોડા અલકાપુરી ના ચેરપર્સન શ્વેતા શાહ અને ટીમ દ્વારા ઓપન બરોડા ખાના ખજાના કોનફીસટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું 

જેસીરેટ વીગ ઓફ જેસીઆઇ બરોડા અલકાપુરી ના ચેરપસૅન શ્વેતા શાહ   ના નેતૃત્વ હેઠળ હોટલ રિદ્ધિસિદ્ધિ માં
ઓપન બરોડા ખાના ખજાના કોન  કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો.
જેમાં ઓપનીગ ચીફ ગેસ્ટ તરીકે JFM સંજય માંકડ , જેસી ઈશાન અગ્રવાલ તેમજ કોર્પોરેટર રશ્મિબેન વાઘેલા હાજરી આપી હતી.
તેમજ ક્લોઝિંગ સેરેમનીમાં ચીફ ગેસ્ટ તરીકે જેસી  ઉજ્જવલ શાહ એ હાજરી આપી પ્રોગ્રામ ની શોભા વધારી હતી. 
જેમાં કુકિંગ એક્સપોર્ટ સેજલ ભલાવત દ્વારા જજ તરીકેની સેવા આપવામાં આવી હતી. તેમજ હાઊઝી સ્પેશિયાલિસ્ટ નેહા દોશી જે સુરત માં રહે છે તેમના દ્વારા હાઉઝી રમાડવામાં આવી હતી.તેમજ ઉપસ્થિત કિન્નરી હરિયાની, મિહિર ભીમાની, ભાવિન શાહ તેમજ  ઉપસ્થિત દરેકે દરેક મહાનુભાવ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
કોમ્પિટિશન ની સાથે સાથે નારી રત્ન એવોર્ડ, તૃષા વેલનેસ સેન્ટર માંથી આવેલા નાના બાળકો દ્વારા ૧૫મી ઓગસ્ટ નિમિત્તે ડાન્સનું પરફોમન્સ , તેમજ વિવિધ પ્રકારની ગેમો રમાડી મહિલાઓને પ્રોત્સાહીત કર્યા હતા.
જેમાં શ્વેતાબેન પ્રોગ્રામની ઝળહળતી સફળતા બદલ તેમના ટીમની દરેક Jcrt/ ladyJc જેવા કે હીમલ કંસારા , સૃષ્ટિ પટેલ, હેતલ શાહ, કમલ જોષી, રીટા ત્રિવેદી તેમજ એન્કર તરીકે પૂર્વી શાહ નો અને દરેકે દરેક સ્પોન્સર જેવા કે ઓમ રેસીડેન્સી, કેગન વોટર, ગુલાબ તેલ, અને સ્વાદ મસાલા નો ધન્યવાદ માન્યો હતો.
પ્રોગ્રામમાં તિરંગા કલર ના ડ્રેસ કોડ સાથે ઉપસ્થિત દરેક મહિલાઓ 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન કરી રહી હોય એવું લાગતું હતું.
તેમજ વિજેતા બનેલ દરેકે દરેક મહિલાઓને ટ્રોફી , ગિફ્ટ તેમજ વાઉચર આપી સન્માનિત કર્યા હતા.

--કલ્પેશ પટેલ,વડોદરા
SHARE

Author: verified_user

0 comments: