અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ નિલેશભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને રાજ્યના હોદ્દેદારોની મિટિંગ યોજાઈ
અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ નિલેશભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને State Executive Meet નું આયોજન ABMNS અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે તમામ જિલ્લા/શહેર ના પ્રમુખશ્રીઓ તેમજ રાજ્યના સચિવશ્રીઓ સાથે આગામી સમયમા સંસ્થા દ્વારા યોજનાર પ્રજાલક્ષી કર્યો, સેવાકીય કર્યો ઉપર સૌમિલભાઈ રાવલ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ABMNS વિશેની સંપૂર્ણ માહિતી હાર્દિબેન ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.
આ મીટિંગ માં અતિથિ વિશેષના સ્થાને હેમાંગભાઈ રાવલ , કાજલબેન આંબલીયા તેમજ સોનીબેન ભટ્ટ દ્વારા પણ સમાજ માં લોકજાગૃતિ લાવવા અંગે પોતાનાં અનુભવો તેમજ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા સાથે સાથે ઉમેશભાઈ જોશી દ્વારા માનવ અધિકારના રક્ષણ માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
આ કાર્યક્રમનું તમામ સંકલન કરવા બદલ દુષ્યંતસિંહ રાજ, ઈવાબેન પટેલ, નિરવભાઈ વ્યાસ, દિપકભાઈ પરમાર, જેકીનભાઈ ક્રિશ્ચિયન, અમિતભાઈ ત્રિવેદી, કૌશલભાઈ આચાર્ય અને ઉમેશભાઈ જોશી નો આભાર વ્યક્ત કર્યો હતો
--કલ્પેશ પટેલ દ્વારા
0 comments: