Monday, 9 August 2021

સીવીએમ યુનિવર્સિટી દ્વારા ૧૦ અને ૧૨ માં ધોરણ ના વિદ્યાર્થીઓ માટે ના ત્રિદિવસીય કારકિર્દી માર્ગદર્શન મેળાનું ભવ્ય સફળતા સાથે સમાપન

SHARE
સીવીએમ યુનિવર્સિટી દ્વારા ૧૦ અને ૧૨ માં ધોરણ ના વિદ્યાર્થીઓ માટે ના ત્રિદિવસીય કારકિર્દી માર્ગદર્શન મેળાનું  ભવ્ય  સફળતા સાથે સમાપન.


આ કારકિર્દી મેળા માં ૧૦૦૦  થી પણ વધારે વિદ્યાર્થીઓ  અને  વાલીઓએ રૂબરૂ અને ઓનલાઈન ના મધ્યમ થકી માર્ગદર્શન મેળવ્યું.
વલ્લભ વિદ્યાનગર સ્થિત અને ગુજરાત ના સૌથી જુના અને ૭૬ વર્ષનો બહોળો શૈક્ષણિક વારસો ધરાવતા ટ્રસ્ટ ચારૂતર વિદ્યા મંડળ દ્વારા સંચાલિત, સીવીએમ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા તારીખ ૬, ૭, અને ૮ ઓગષ્ટ ના દિવસો માં આયોજિત એજ્યુકેશન  ફેરનું સમાપન કરવામાં આવ્યું હતું  . તા. ૮ ઓગષ્ટ, સમાપનના  દિવસે રાષ્ટ્રીયસ્તરે જાણીતા એવા શ્રી મોહિત મંગલ તથા શ્રી બિપીનભાઈ શાહ (વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર ) વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે  ઉપસ્થિત રયા હતા. શ્રી મોહિત મંગલના કારકિર્દી માર્ગદર્શન ના  વ્યાખ્યાન માટે તારાપુર, આંકલાવ, બોરસદ, સોજીત્રા, ઠાસરા, આણંદ- વિદ્યાનગર  જેવા અંતરિયાળ ગામો અને શહેરો  માં રહેતા ૧૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ,  તેમના  વાલીઓએ  તથા આણંદ    ની ૧૦ જેટલી સ્કૂલો ના આચાર્યશ્રીઓ   એ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું.   આ વ્યાખ્યાન માં કેન્દ્ર સરકાર દ્વારા નવા સ્કિલબેસ્ડ અભ્યાસક્રમો ની માહિતી તો આપી જ હતી સાથે સાથે સીવીએમ યુનિવર્સિટી માં હાલમાં ચાલતા  ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ના તમામ વિભાગો, આર્કિટેક્ચર, ફાર્મસી, પ્યોર અને એપ્લાઇડ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ, વાણિજ્ય, વિનયન, વ્યવસ્થાપન, કાયદો, આર્ટસ, ફાઈન આર્ટ્સ, વિઝયુઅલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ, એજ્યુકેશન, ફિઝિકલ એજ્યુકેશન, હોસ્પિટાલિટી અને આયુર્વેદ સાથે જોડાયેલ વિવિધ શાખાઓમાં અભ્યાસ કરવા માટેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ માર્ગદર્શન મેળા ને યૂટ્યૂબ ના માધ્યમ થકી ૭૦૦ થી પણ વધુ લોકોએ ઓનલાઈન નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન ના સૂત્ર સાથે શૈક્ષણિક સેવા માં સક્રિય અને ૬૨૦ એકર માં ફેલાયેલ સીવીએમ યુનિવર્સિટી હાલમાં, ૨૯ કોન્સ્ટિટ્યુએન્ટ કોલેજો / સંસ્થાઓ, આઠ ફેકલ્ટી, ચાર  મુખ્ય કેન્દ્રો / સેલ, અને આશરે ૨૨૦૦૦ થી વધુ ની વિદ્યાર્થી સંખ્યા હેઠળના અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રજ્યુએશન થી ડોક્ટરલ (પીએચ ડી)  સુધીના ૧૫૦ થી વધુ પ્રોગ્રામ્સ પ્રદાન કરે છે.  આ સંસ્થા આશરે ૧૦  લાખ થી વધુ એલ્યુમની (ભૂતપૂર્વ) વિદ્યાર્થી  ધરાવે છે. અંતે સમાપન વિધિ માં ચારુતર વિદ્યા મંડળ અને સીવીએમ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ  ભીખુભાઇ પટેલ , વાઈસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલ, સેક્રેટરી  એસ જી પટેલ,  માનદ સહમંત્રીઓ  શ્રી રમેશભાઈ તલાટી,  મેહુલભાઈ પટેલ,  વિશાલભાઈ પટેલે જણાવ્યુ હતું કે  ચારુતર વિદ્યા મંડળ હંમેશા પૂજ્ય અને વંદનીય સરદાર સાહેબ, પૂ. ભાઈકાકા અને પૂ. ભીખાભાઇ સાહેબ ના શિક્ષણ ને લગતા સપનાને સાકાર કરવાના  ઉદેશ્યથી,  પૂર્ણ કાટીબદ્ધતા સાથે શૈક્ષણિક સેવામાં સક્રિય રહેશે.

ફોટો-કલ્પેશ પટેલ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: