વડોદરા સુભાષપાર્ક સોસાયટીમાં શેરી ગરબા ની રમઝટ
વડોદરા માં આવેલ સુભાષપાર્ક સોસાયટી મા આઠમ નાં નોરતા નિમિત્તે નાના બાળકો ની વેશભૂષા હરીફાઈ રાખવામાં આવી હતી. જેમાં બધા બાળકો ખુબજ સરસ વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમ્યા હતા. જેમાં ખાસ કરીને ઝાંસી ની રાણી, પુષ્પરાજ, ખેડૂત, ગોવાળીયો, કાળકા માં, શંકર ભગવાન અને ગણપતિ બાપ્પા વગેરે બાળકો સ્વરૂપ ધારણ કરીને ગરબા ની મજા માણી.અંત મા ૧૦૧ દિવડા ની મહા આરતી કરવામાં આવી અને અલ્પાહાર અને લાહની સાથે બધા બાળકો ને ખુશ કરવામાં આવ્યા. કાર્યક્રમ નો સમગ્ર આયોજન સુભાષ પાર્ક નાં મહિલા મંડળ એ કર્યો હતો. ખાસ હરીફાઈ માટે ઔસમ ક્લબ નાં પ્રમુખ પૂજા શાહ અને અર્ચના શાહ ને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જજ ને સરસ ભેટ આપી ને સન્માન આપવામાં આવ્યું
સંકલન-કલ્પેશ પટેલ, વડોદરા
મો-9879407774
0 comments: