ગળાના કેન્સરથી પીડાતા ઉમરેઠ ગામના
હિંમતભાઇ અંબાલાલ રાણાને આયુષ્યમાન યોજનાનો સહારો મળ્યો
અમારા માટે આયુષ્યમાન કાર્ડ જ મૂલ્યવાન
બન્યુ - શિલ્પાબેન રાણા
આણંદ -પહેલુ
સુખ તે નિરોગી કાયા , આ સુત્ર
મનુષ્યજીવન માટે અમૂલ્ય છે પરંતુ ઘણી વખત સ્વાસ્થય પ્રત્યેની આપણી બેદરકારી અથવા
તો આક્સમિક સંજોગો આપણા સ્વાસ્થય જીવનને ખોરવી નાંખે છે. સમાજમાં અનેક પ્રકારના
વ્યસનોના બંધાણીઓને લાંબે ગાળે ગંભીર બિમારીના ભોગ બનવુ પડતું હોય છે. ઘણી વખત ખર્ચાળ
સારવારનો અભાવ અને આર્થિક ભીંસના કારણે ઘણા દર્દીઓ દુઃખી થતા જોવા મળે છે. જેને
ધ્યાનમાં રાખીને દેશનો કોઇપણ ગરીબ અથવા તો મધ્યમવર્ગીય નાગરિક સારવાર ખર્ચના અભાવે
મૃત્યુ ન પામે તે હેતુસર પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય
યોજના-આયુષ્યમાન ભારત લાગુ કરવામાં આવી છે જેમાં ૫ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક
આપવામાં આવે છે.
આણંદ જિલ્લાના ઉમેરઠ ગામમાં રહેતા હિંમતભાઇ અંબાલાલ રાણા
(ઉ.વ.-૪૯) ને લાંબા સમયથી વ્યસનની કુટેવના કારણે ગળાનું કેન્સર થયુ છે જેની જાણ
તેમના પરિવારને જાન્યુઆરી-૨૦૧૯ મહીનામાં થઇ હતી. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર
અર્થે જતા કેન્સરની સારવાર ખૂબ જ ખર્ચાળ હોવાનું જણાતા આ મોંધી સારવારને લઇને
નિરાશા અનુભવી રહેલા રાણા પરિવારને જ્યારે આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેની ટપાલ મળી
ત્યારે તેઓ ઉમરેઠ ખાતે આવેલ સંલ્ગન કચેરીએ આવી પહોંચ્યા અને આયુષ્યમાન કાર્ડ અને
તેના અંતર્ગત મળતી સહાય અંગેની સંપૂર્ણ માહિતી મેળવી તેઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યુ.
ત્યારે તેમને ખૂબ જ ખર્ચાળ સારવાર સામે સલામતિ દેખાઇ.
મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હિંમતભાઇ આયુષ્યમાન
કાર્ડ બનાવડાવ્યા બાદ કરમસદની કૃ્ષ્ણા હોસ્પિટલમાં આવી પહોંચ્યા અને અહીં તપાસ
કરાવ્યા બાદ સમગ્ર સારવારનો ખર્ચ અંદાજે ૨
લાખ જેટલુ થવાનું ધ્યાને આવ્યુ જેમાં કિમો , રેડીયો જેવી અંત્યંત મોંધી સારવાર તેમજ અન્ય દવાઓનો સમાવેશ થતો હતો પરંતુ
આયુષ્યમાન કાર્ડ હોવાના કારણે આ બધું જ નિદાન નિઃશુલ્ક થઇ રહ્યાનો લાભ હિંમતભાઇ
મેળવી રહ્યા છે જે માટે પ્રધાનમંત્રીશ્રી ની યોજના પ્રત્યે હિંમતભાઇના ધર્મપત્ની શિલ્પાબેને
(ઉ.વં.-૪૨) કહ્યુ હતુ કે અમારી જોડે ન જમીન છે ન જાગીર અમારો પરિવાર મજૂરી કરીને
પોતાની આજીવિકા રળે છે એવામાં આ કેન્સરની જાણ થતા તેની સારવાર અર્થે દેવુ કરીને
સારવાર કરાવવાની ભીતિ રહેતી હતી. પરંતુ પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરુ કરવામાં આવેલી
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગતના આયુષ્યમાન કાર્ડના માધ્યમથી મોટુ ઓપરેશન
કરાવી શકતા ઘણી મોટી રાહત અને માનસિક શાંતિ મળી છે જે બદલ હું પ્રધાનમંત્રી શ્રી
તેમજ રાજ્ય સરકારનો હ્યદયપૂર્વક આભાર વ્યકત કરુ છુ.
તંદુરસ્ત
સમાજ , સ્વસ્થ સમાજ જ દેશ વિકાસમાં સહભાગી બની
શકે તે હેતુને કેન્દ્ર સ્થાને રાખીને માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા
પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજના શરુ કરવામાં આવી છે જેનો વ્યાપ સમગ્ર દેશભરમાં ફેલાયેલો છે. ગુજરાત
રાજ્યમાં સામાન્ય માનવી, ઓછી આવક વાળા લોકો
પણ આ યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે માટે સરકાર કટિબ્ધ્ધ છે. આ યોજના હવે સામાન્ય,ગરીબ વર્ગ માટે આશીર્વાદ રુપ બની છે. સાથે સાથે
ગુજરાતમાં સારી વ્યવસ્થાવાળી હોસ્પિટલો
ઉપલબ્ધ હોવાના કારણે લોકોને ઉચ્ચત્તમ આરોગ્ય સેવાનો લાભ મળી રહ્યો છે.
સંકલન
– અમિતસિંહ ચૌહાણ
(સિની.સબ
એડીટર-આણંદ)
0 comments: