નર્મદા ડેમની જળરાશીમાં સતત થઇ રહેલો વધારો :આજે
૨૨,૬૦૦
ક્યુસેક પાણીની આવક
નર્મદા ડેમની સપાટીમાં આજે પણ ૧૬
સે.મી. નો વધારો થતાં ડેમની
સપાટી સવારે ૧૦ કલાકે ૧૨૦.૩૪ મીટરે નોંધાઇ
રાજપીપલા:- નર્મદા
ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા.૬ ઠ્ઠી જુલાઇ, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નર્મદા ડેમની
જળરાશીની આવકમાં આજે પણ ૨૨,૬૦૦ ક્યુસેકનો વધારો નોંધાયો છે. જળરાશીની ઉક્ત આવકને
લીધે ગઇકાલ કરતાં આજે સવારે ૧૦-૦૦ કલાકે ડેમની સપાટીમાં ૧૬ સે.મી. વધારો નોંધાયો
છે. આમ નર્મદા ડેમની સપાટી આજે સવારે ૧૦ કલાકે ૧૨૦.૩૪ મીટર રહેવા પામી હોવાના
અહેવાલ નર્મદા ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.યુ. દલવાણી તરફથી પ્રાપ્ત થયાં
છે.
0 comments: