ચારુસેટમાં મણીકાકા
ટોપાવાલા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગમાં લેમ્પ લાઇટિંગ અને શપથ વિધિ સમારંભ
આણંદ : ચાંગાસ્થિત ચરોતર
યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) સંલગ્ન મણીકાકા ટોપાવાલા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ દ્વારા દસમો લેમ્પ લાઇટિંગ
અને બી. એસસી. નર્સિંગની દસમી બેચ અને
જનરલ નર્સિંગ અને મિડવાઈફરી વિદ્યાર્થીઓની આઠમી બેચનો શપથવિધિ સમારંભ તાજેતરમાં ઉજવવામાં આવ્યો હતો.
આ સમારોહમાં પ્રમુખ
સ્થાને કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ,
મુખ્ય મહેમાન તરીકે ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી,
અતિથિવિશેષ તરીકે ચારુસેટના એડવાઈઝર ડો. બી. જી. પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન
પટેલ, મણીકાકા
ટોપાવાલા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ ડો॰ અનિલ શર્મા, ચારુસેટ-સીએચઆરએફના હોદ્દેદારો અને વિવિધ વિદ્યાશાખાઓના ડીન, પ્રિન્સીપાલશ્રીઓ તેમજ વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી તારલાઓ, વિધાર્થીમિત્રો અને વાલી-ગણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહની શરૂઆતમાં પ્રાર્થનાગીત ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ
દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતું. મણીકાકા ટોપાવાલા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ
ડો॰ અનિલ શર્માએ આમંત્રિત સર્વ મહેમાનો
તેમજ મુખ્ય અતિથિનો પરિચય કરાવીને સૌનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ડાયસ પર
બિરાજમાન મહેમાનો અને જી. એન. એમ. ના પ્રથમ વર્ષના અને બી. એસસી. નર્સિંગના પ્રથમ
વર્ષના વિદ્યાર્થીઓના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
આસિસ્ટન્ટ
પ્રોફેસર સપના પટેલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા નર્સિંગ પ્લેજ લેવડાવવામાં
આવી હતી.
ચારુસેટના પ્રોવોસ્ટ
ડૉ. પંકજ જોશીએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નર્સિંગ ડિરેક્ટર વિમલ પટેલના
માર્ગદર્શનમાં વધુ સારું પરફોર્મન્સ આપવાનું
ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.
ચારુસેટના એડવાઈસર ડો. બી. જી. પટેલે પ્રાસંગિક પ્રવચન
દરમિયાન આગામી વર્ષોમાં દુનિયામાં અને ભારતમાં નર્સોની જરૂરિયાત અને મહત્વ પર ભાર
મૂક્યો હતો.
કેળવણી મંડળના
ઉપપ્રમુખ સી. એ. પટેલે આશીર્વચન પાઠવ્યા હતા અને કૉલેજમાં ગુણવત્તાયુક્ત નર્સિંગ
શિક્ષણ અને તાલીમ આપવા બદલ નર્સિંગ
ડિરેક્ટર વિમલ પટેલ, પ્રિન્સિપાલ ડો॰ અનિલ શર્મા, સમગ્ર સ્ટાફને પ્રસંશનીય કામગીરી બદલ
બિરદાવ્યા હતા.
આસિસ્ટન્ટ પ્રોફેસર
વિપિન વાગેરિયાએ સૌનો હદયપૂર્વક આભાર વ્યક્ત
કર્યો હતો.
લેમ્પ લાઇટિંગની શરૂઆત ફ્લોરેન્સ નાઈંટિંગલના સમયથી
ચાલતી આવે છે. નર્સિંગ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં ટ્રેનીંગ લેવા જાય તે અગાઉ શપથ
લેવડાવવામાં આવે છે.


0 comments: