વિશ્વ ઝુનોસિસ
દિવસની ઉજવણી
આણંદ જિલ્લામાં ઝુનોસિસ (હડકવા) રોગ સામે રસીકરણ કરાયુ
આણંદ: આણંદ જિલ્લામાં તમામ સરકારી પશુ દવાખાનાઓમાં આજે વિશ્વ ઝુનોસિસ
દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં હડકવા વિરોધી રસીકરણ કરાયું સાથે સાથે નિદાન
અને સારવાર કેમ્પનું પણ આયોજન કરાયુ હતું.
ઝુનોસિસ એક એવો રોગ છે. જે પશુમાંથી માણસને અથવા માણસથી
પશુમાં થતા રોગને ઝુનોસિસ તરીકે ઓળખાય છે. હડકવા પણ પશુઓમાંથી માણસને થતા રોગ
તરીકે ઓળખીએ છીએ આ રોગ સામે જાગૃતિ લાવવા અને તકેદારીના ભાગરૂપે આજે આણંદ જિલ્લા
પશુપાલન નાયબ નિયામકશ્રી ડૉ.સ્નેહલ પટેલ અને તેમની પશુચિકિત્સકોની ટીમે જિલ્લાની
તમામ તાલુકા મથકે શ્વાન (કૂતરાઓ)ને
સામૂહિક રીતે હડકવા વિરોધી રસીકરણ કર્યું હતું. સાથે સાથે નિદાન અને સારવાર
કેમ્પનું આયોજન કર્યું હતું.
સુખી પરિવારોમાં
ઘરમાંના પોતાનાપાલક શ્વાનોની પણ સારવાર કરાવી હડકવા વિરોધી રસીકરણથી રક્ષિત કર્યા
હતા.
ઝુનોસિસ એક એવો રોગ છે જે અરસ પરસ
ફેલાવો હડકવા પ્રકારનો રોગ હોઇ સમાજ માટે જોખમી છે. અને આજના યુગમાં વિજ્ઞાનની
પ્રગતિના કારણે રોગ વિરોધી રસીઓના કારણે રોગો ઉપર કાબુ મેળવી શકાય છે..



0 comments: