Tuesday, 10 March 2026

નમસ્કાર ગુજરાત દૈનિક સીને મીડિયા ફાઉન્ડેશન આયોજિત વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ - ૨૦૨૬ વિદ્યાનગરી વિધાનગર ખાતે યોજાયો

SHARE

નમસ્કાર ગુજરાત દૈનિક સીને મીડિયા ફાઉન્ડેશન આયોજિત વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ - ૨૦૨૬ વિદ્યાનગરી વિધાનગર ખાતે યોજાયો
 નવસર્જન વિશ્વ વિક્રમ સાહિત્ય મંચ અને નમસ્કાર ગુજરાત  દૈનિક સાહિત્ય સર્જન ગ્રૂપ સહિયારા સંપાદન દ્રારા રચાયેલું પુસ્તક "એક ભારત ના શિલ્પી -જય સરદાર પટેલ"નું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું 
ગુજરાતના વિવિધ ક્ષેત્રો  સાહિત્ય, લોકસાહિત્ય, ફિલ્મ, શૈક્ષણિક, મીડિયા, સામાજિક સેવા, લોકનેતૃત્વ, વ્યવસાય, રમતગમત વગેરે સહિત કુલ 11 વિભાગોમાં નોંધપાત્ર કામગીરી કરનાર  મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે નારી રત્ન સન્માન – 2026 અંતર્ગત સુંદર ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

 આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ અંતર્ગત નમસ્કાર ગુજરાત દૈનિક અને સીને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આયોજિત  ને  તનિષ્ક જવેલર્સ, તનેરા સાડી અને મીયા બાયા તનિષ્ક વડોદરા આણંદ ના માર્કેટીંગ મેનેજર વિવેક વ્યાસ ના સહયોગ થી વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ - ૨૦૨૬ નું ૮ માર્ચ, રવિવારે એમ પી પટેલ ઓડિટોરિયમ વિધાનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
    આ સમારંભનાં આયોજક હતા પ્રમુખ સિને મીડિયા ફાઉન્ડેશન સંસ્થાના અગ્રણી ડૉ. કલ્પેશ પટેલ.  અતિથિ વિશેષ ઉન્નતિ દેસાઈ યુનિટી વર્લ્ડ એશિયા અર્થ લોરીયલ મિસિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ ,શૈલેષ શાહ (પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ),ડૉ, સ્મિત પટેલ ડિરેકટર,નીતીશ પંચલ, જુનિયર નાના પાટેકર જયેશ વ્યાસ,નિમિષાબેન જાની ,ટ્રસ્ટી સીને મીડિયા ફાઉન્ડેશન, ભારતીબેન પટેલ (પ્રમુખ જાગૃતિ મહિલા સમાજ,આણંદ), હંસાબેન ધ્રુવ (સામાજીક કાર્યકર), ઇવા પટેલ મંત્રી સીને મીડિયા ફાઉન્ડેશન, કમલાબેન પટેલ ,સોનલબેન પટેલ,વૈશાલી શાહ,જયશ્રી ભટ્ટ.ડૉ પ્રવીણાબેન પંડ્યા,અમૃતા ,મેકઅપ આર્ટિસ્ટ,શિલ્પા જોષી,અને (જુનિયર દિલીપકુમાર) ઉપસ્થિત રહ્યાં હતાં.
    ગુજરાતમાંથી સાહિત્યકાર, લોકસાહિત્યકાર, ફિલ્મ, શૈક્ષણિક, મીડિયા, લોકનેતા, બિઝનેસવુમન, રમતવીર, સોશિયલ જેવા અલગ અલગ 11 વિભાગોમાં સરાહનિય કામગીરીની કદરરૂપે પ્રોત્સાહિત *નારી રત્ન સન્માન - 2026*  કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ગુજરાત ઉપરાંત  મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં સન્નારીઓ ઉપસ્થિત રહયાં હતાં. જેઓને સુંદર ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપસ્થિત આમંત્રિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યાં હતાં.
 આ કાર્યક્રમને સફળ બનાવવા સિને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિમિષા જાની, ઇવાબેન પટેલ મંત્રી  સિને મીડિયા ફાઉન્ડેશન, રમેશ ઠાકોર (વાઇબ્રન્ટ મલ્ટી મીડિયા સીઈઓ,સરપંચ રૂપિયાપુરા ગ્રામ પંચાયત), નીતીશ પંચાલ, હર્ષિદા પંચાલ , રાજુ ગોહેલ (પત્રકાર ), નયનભાઈ,સુનિલ રાજપૂત(ફોટોગ્રાફર), પીનાકીનભાઈ,પ્રિયા શર્મા,રાજ લક્ષમી સિંહ,આરતી,હર્ષ જાની માલિક એચ એમ એજ્યુકેશન , મીડિયા પાર્ટનરો અને ડૉ. કલ્પેશ પટેલ સિને મીડિયા ફાઉન્ડેશનના પરિવારજનોએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો. જુનિયર દિલીપકુમારે સૌને હસાવતા અને પોતાના સુંદર અવાજમાં ફિલ્મી ગીતો સંભળાવીને સમગ્ર કાર્યક્રમનું ખૂબ સુંદર રીતે સંચાલન કર્યું હતું. 

 ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના રાષ્ટ્રીય અંધ જન મંડળ આણંદ ના બાળકોઓ દ્રારા કરવામાં આવી હતી.  અતિથિ વિશેષ મહેમાનોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિદ્યાની દેવી મા સરસ્વતી અને શક્તિ સ્વરૂપા નારીઓને  બિરદાવવાનો કાર્યકમ શરૂ થયો હતો. ત્યાર પછી આમંત્રિત મહેમાનોએ મહિલા દિવસ ઉજવણીના ભાગ રૂપે પોતાનાં મનનિય વિચારો રજૂ કર્યા હતાં. સાંપ્રત સમયમાં આત્મનિર્ભર નારી અને સ્ત્રી સશકિતકરણને બિરદાવતા સાથે મહિલાઓને તેમની ફરજો પણ યાદ કરાવી હતી. 

આણંદ ના સામાજિક કાર્યકર સોનલ પટેલ અને અમદાવાદ ના સામાજિક કાર્યકર વૈશાલી શાહ દ્રારા તમામ સન્માનિત બહેનોને  ગીફ્ટ આપી હતી


અંતમાં સૌએ આ કાર્યક્રમના આયોજક ડૉ. કલ્પેશ પટેલ અને તનિષ્ક ઝવેલર્સ ના માર્કેટીંગ મેનેજર વિવેક વ્યાસ નું  સીને મીડિયા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી નિમિષાબેન જાની એવિશેષ  સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ડૉ કલ્પેશ પટેલ અને નિમિષાબેન જાની નું સન્માન જાગૃતિ મહિલા સમાજ ના પ્રમુખ ભારતીબેન પટેલે સન્માન કર્યું પ્રોગ્રામ ના આયોજક ડૉ કલ્પેશ પટેલ નું સન્માન નીતીશ પંચાલ(નીક ફિલ્મ) હર્ષિદા પંચાલ અને ચંદ્રિકા ફાઉન્ડેશન ના પ્રમુખ ચંદ્રિકા મકવાણા એ ગીફ્ટ આપી સન્માન કર્યું


 આ કાર્યક્રમમાં નવસર્જન વિશ્વ વિક્રમ સાહિત્ય મંચ અને નમસ્કાર ગુજરાત  દૈનિક સાહિત્ય સર્જન ગ્રૂપ સહિયારા સંપાદન દ્રારા રચાયેલું પુસ્તક "એક ભારત ના શિલ્પી -જય સરદાર પટેલ"નું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું , સન્માનિત નારીઓના ગ્રુપ ફોટા અને ચા નાસ્તા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. સૌ સન્માનિત નારીઓનો ટુંકો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવી આવ્યો હતો. આજનાં કાર્યક્રમની સફળતા સૌનાં હસતાં ચહેરામાં પ્રતિબિંબિત થતી હતી.
****
સંકલન : કલ્પેશ પટેલ
તસવીરો:રાજુ ગોહેલ,આણંદ
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

1 comment: