SPRERI સંસ્થા દ્રારા ૧૭ માં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો અને સંબંધી ટેકનોલોજીસ અંગેના ઓપન-હાઉસનું આયોજન
ઓપન-હાઉસ એ સંસ્થાનો એક ફ્લેગશિપ ઇવેન્ટ છે, જે દર વર્ષે વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, ખેડૂતો, SHG અને અન્ય લોકો માટે આયોજિત કરવામાં આવે છે. આ ઇવેન્ટનો ઉદ્દેશ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોઅને સંબંધી ટેકનોલોજીસ વિશે જાગૃતિ ફેલાવવી છે. આ ઇવેન્ટ દરમિયાન SPRERI ટીમ વિભિન્ન SPRERITECH મોડલ્સ અને સિસટમ્સનો પ્રદર્શન કરી રહી છે, જેમાં ચાર વિભાગો (સોલર એનર્જી, થર્મો-કેમિકલ કન્વર્ઝન ટેકનોલોજીસ, બાયો-કેમિકલ કન્વર્ઝન ટેકનોલોજીસ અને એક્સટેશન અને ટેકનોલોજી ટ્રાન્સફર) ની માર્ગદર્શિત ટુર આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 2,000 થી વધુ મુલાકાતીઓ આ બે દિવસી ઇવેન્ટમાં જોડાશે.
આ ઇવેન્ટનું ઉદ્ઘાટન ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ, સવારે ૦૯:૩૦ કલાકે મુખ્ય આદરણીય મહેમાન પ્રવીણ ચૌધરી (IAS જિલ્લા મેજિસ્ટ્રેટ & કલેક્ટર, આણંદ), કાર્યક્રમના અધ્યક્ષ ભીખુભાઇ પટેલ (અધ્યક્ષ, CVM અને SPRERI બોર્ડ, આણંદ) અને ડૉ. અનિલકુમાર દુબે (નિયામક , SPRERI, આણંદ) કરશે. ઉદ્ઘાટન સત્રમાં, ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ફેકલ્ટી, ખેડૂતો અને ગ્રામવાસીઓની હાજરીમાં સંસ્થાના નિર્દેશક અને મહાનુભાવો પુનઃ પ્રાપ્ય ઉર્જા વિશે જાગૃતિ ફેલાવવા અંગે ભાષણો આપશે. ઉદ્ધાટન સત્ર સાથે, સંશોધક વિદ્યાર્થીઓ માટે એક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં રજિસ્ટ્રેશન માટે ગુગલ ફોર્મ (https://forms. ple/t/P2Sfaki/cRGAMZ) દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે.
ઉદ્ઘાટન સત્ર પછી, તમામ મહાનુભાવો પોસ્ટર્સ, ટેકનોલોજી સ્ટોલ્સ અને SPRERITECH સિસ્ટમ્સ અને મોડલ્સના પ્રદર્શનીમાં જોડાશે. ત્યારબાદ, આ ઇવેન્ટ, બધાં રસ ધરાવતા લોકો અને આમંત્રિત મુલાકાતીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
0 comments: