વડોદરા શહેરના વીઆઈપી રોડ, કારેલીબાગ તનિષ્ક જ્વેલરી શોરૂમ દ્વારા ધ્વજવંદન ના કાર્યક્રમ યોજાયો
વડોદરા શહેરના વીઆઈપી રોડ, કારેલીબાગ વિસ્તારમાં આજરોજ 26 જાન્યુઆરી 2026ના રોજ ભારતના 77 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે તનિષ્ક જ્વેલરી શોરૂમ દ્વારા ધ્વજવંદન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશપ્રેમ અને એકતાની ભાવનાને ઉજાગર કરતો આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લાયન્સ ક્લબ ઓફ બરોડાના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ સુરાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે ગુજરાત સમાચારના પરેશભાઈ પંડ્યા તથા તનિષ્કના ફ્રેન્ચાઇઝી ઓનર પરેશભાઈ કોઠારી વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી તથા પ્રજાસત્તાક દિવસના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરનાર માર્કેટિંગ મેનેજર વિવેકભાઈ વ્યાસ તથા તનિષ્ક શોરૂમના મેનેજર પિંકલભાઈ દવેના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું. તેમની આગેવાની હેઠળ આયોજન ટીમ દ્વારા વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું, જે સૌ માટે પ્રશંસનીય રહ્યું હતું.
કાર્યક્રમમાં તનિષ્ક કારેલીબાગ, તનિષ્ક રેસકોર્સ, તનેરા સાડી, મિઆ બાય તનિષ્ક, વર્લ્ડ ઓફ ટાઇટન તેમજ કોર્પોરેટ ઓફિસોના સ્ટાફ સાથે બાઘા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે દેશની બંધારણીય મૂલ્યો, એકતા, અખંડિતતા અને લોકશાહી પ્રત્યેની નિષ્ઠાને ફરી એકવાર યાદ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રભક્તિ, શિસ્ત અને આનંદના માહોલમાં પૂર્ણ થયો હતો.
સંકલન:કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774,
9979407774
0 comments: