ચિખલોડ ગામનો ફાગવેલ તાલુકામા સમાવેશ થતાં દીવસે દિવસે આંદોલન વધતું જાય છે
ચિખલોડ ગામની મહિલાઓએ ભાજપ ના ખેસ કપડવંજ તાલુકા પંચાયત પ્રમુખ ના ટેબલ પર ઉતારી દીધા ને માંગણી કરી છે કે અમો કપડવંજ તાલુકામાં જ રહીશું બીજે ક્યાંય નહીં જઈએ ...
ચિખલોડ ગામમાંથી તમામ મહીલાઓ દ્વારા રેલી યોજી કપડવંજ પ્રાંત અધિકારી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમાં મહીલાઓ દ્રારા માંગ કરવામાં આવી છે કે ચિખલોડ ગામ એ પહેલેથી જ કપડવંજ સાથે જોડાયેલું છે તેમજ તમામ સરકારી કચેરીઓ તેમજ અન્ય વ્યવહારો કપડવંજ માંજ થઈ રહ્યા છે જ્યારે સરકાર દ્વારા ચિખલોડ ગામને બહુ મોટો અન્યાય કરવામાં આવ્યો છે જે સંદર્ભે છેલ્લા સાત દિવસથી ગ્રામજનો ઉપવાસ આંદોલન પર બેઠાં છે ત્યારે કોઈ સંબંધિત તંત્ર કે રાજકીયનેતાઓ દ્વારા હજુ સુધી ચિખલોડ ગામની મુલાકાત લીધી નથી જ્યારે મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે જો વહેલી તકે સરકાર ને સંબંધિત તંત્ર દ્રારા ચિખલોડ ગામને કપડવંજ માં પાછું નહિ લે તો આવનારી તમામ ચૂંટણીઓ નો બહિષ્કાર કરવામાં આવશે.
ચિખલોડ ગામની મહિલાઓ દ્વારા કપડવંજ તાલુકા પંચાયત ના પ્રમૂખ જે કે પરમાર ને પણ આ લેખિત રજૂઆતો કરી આવેદન પત્ર આપી ભાજપ ના ખેસ ઉતારી જાહેરાત કરવામાં આવી કે જ્યાં સુધી અમારા ગામ ચિખલોડ ને કપડવંજ તાલુકાના અંદર સમાવેશ કરવામાં નહિ આવે ત્યાં સુધી તમામ રાજકીય આગેવાનોને ગામમાં પ્રવેશ નહિ કરવા તેમજ ચૂંટણી માટે કોઈ પણ ઉમેદવારો પ્રચાર કરવા માટે આવવું નહિ તેમજ ચિખલોડ ગામ માં સાત દિવસથી ગ્રામજનો ઉપવાસ આંદોલન પર બેઠાં છે ત્યારે કોઈ નેતાઓ આવ્યા નથી જેનું પરિણામ આવનાર સમય માં જિલા પંચાયત ની ચૂંટણી ગંભીર અસર જોવા મળશે તેમજ આ આંદોલન દિવસે દિવસે વધતું જાય છે જેથી કરીને વહેલી તકે સરકાર દ્વારા નિર્ણય લેવામાં નહિ આવે તો ગ્રામજનો નું આંદોલન ચાલુ રહેશે.
સંકલન:સુરેશ પરમાર,ચિખલોડ
કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774,
9979407774
0 comments: