Monday, 26 January 2026

આણંદ ખાતે ૩ વર્ષથી પર્યાવરણની રક્ષા તેમજ જનજાગૃતિ માટે કોઈપણ ડોનેશન વગર સ્વખર્ચે અમૂલ્ય સમાજ સેવા પ્રદાન કરવા બદલ અંકિતકુમાર લલીતભાઈ ચાવડા અને સાગર જગદીશભાઈ પટેલ નું પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાત સરકાર રાજ્યકક્ષા મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સન્માન

SHARE
આણંદ ખાતે ૩ વર્ષથી પર્યાવરણની રક્ષા તેમજ જનજાગૃતિ માટે કોઈપણ ડોનેશન વગર સ્વખર્ચે અમૂલ્ય સમાજ સેવા પ્રદાન કરવા બદલ અંકિતકુમાર લલીતભાઈ ચાવડા અને સાગર જગદીશભાઈ પટેલ નું પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાત સરકાર રાજ્યકક્ષા મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સન્માન
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાત ખાતે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી  સંજયસિંહ મહિડા પધાર્યા હતા અને
તેમના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની ઉજવણીમાં મંત્રી તેમજ આણંદ કલેકટર  પ્રવીણભાઈ ચૌધરી ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ,આણંદ પોલીસ અધિક્ષક  જી જી જસાણી તેમજ અન્ય પ્રશાસનના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

આણંદમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્વખર્ચે કોઈપણ ડોનેશન વગર સતત અમૂલ્ય સેવા આપનાર સાગર જગદીશભાઈ પટેલ તેમજ અંકિતકુમાર લલીતભાઈ ચાવડા નું ગુજરાત સરકાર રાજ્ય કક્ષાના મંત્રી  સંજયસિંહ મહિડા ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

તેઓની ટીમ દ્વારા અનેક વખત બ્લડ ડોનેશન કેમ્પ, મફત અનાજ વિતરણ ,નિ:શુલ્ક ચોપડા તેમજ કપડા વિતરણ,જરૂરત મંદને આર્થિક સહાય, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા અંગે નિ:શુલ્ક
 સેમીનાર,દિવ્યાંગોને સહાય તેમ જ પ્રદુષણ મુક્ત ભારત, સ્વચ્છ પર્યાવરણ  ના સ્વપ્નને સાકાર કરવા પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવી એક મહિના સુધી સતત જાહેર જનતાને કાપડની થેલીઓ  મફત વિતરણ કરી સરાહનીય કામગીરી કરેલ હતી.
ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષા ઉજવણીના કાર્યક્રમ દરમિયાન પણ તેમની ટીમ દ્વારા હજારોની સંખ્યામાં કાપડની થેલીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું 
અને “વોકલ ફોર લોકલ” તેમજ “મેક ઈન ઇન્ડિયા”ના નારા લગાવવામાં આવ્યા હતા.
મંત્રી  દ્વારા અંકિતકુમાર અને સાગર પટેલને આગળ આવા જ સારા કાર્ય કરતા રહો તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

સંકલન:કલ્પેશ પટેલ,આણંદ
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: