Wednesday, 29 October 2025

વડતાલ મંદિર ધ્વારા શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

SHARE
વડતાલ મંદિર ધ્વારા શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે
સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ ઉધ્ધવ સંપ્રદાય છે. શ્રી હરિના ગુરૂ રામાનંદસ્વામી હતા.

વડતાલધામ : આપણે જાણીએ છીએ તેમ વૈશ્વિક સંસ્કૃતિઓમાં કોઈપણ સંસ્કૃતિ

પોતાના ઉત્સવો અને પરંપરાઓથી ઉજળી છે. હિંદુ સનાતન ધર્મમાં પ્રજા ઉત્સવ પ્રિય છે. ઉત્સવો ધ્વારા સમાજમાં સંપ સુહૃદભાવ અને એકતા વધે છે. જેનાથી જીવપ્રાણી માત્રનું હિત થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો માટે વડતાલધામમાં હરિ મંડપમાં શિક્ષાપત્રી લખી હતી. સંપ્રદાયના આશ્રિત સંતો-ભક્તોના આધ્યાત્મિક પોષણ માટે આચાર્યપદની સ્થાપના કરવામાં આવી જેને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોઈ, તા.૩૦ ઓકટોબર થી તા.૫ નવેમ્બર સુધી શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશાતાબ્દી મહોત્સવ ૫.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાનાર છે. જેમાં ધાર્મિક સામાજીક અને સેવાકીય કાર્યક્રમો ઉજવવાનું નક્કી કર્યું છે. જેમાં રાજકીય સામાજીક સમાજ શ્રેષ્ઠીઓ તથા દેશ વિદેશથી હરિભક્તો પધારનાર છે. આ પ્રસંગે શિક્ષાપત્રીના સર્વહિતકારી સંદેશાને શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથના માધ્યમે સ.ગુ.શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ) તથા આદર્શ આચાર્ય પરંપરાનો મહિમાનું શ્રવણ આચાર્યોદય ગ્રંથના માધ્યમથી સ.ગુ.શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધારધામ) વ્યાસાસને બિરાજી કથામૃતનું રસપાન કરાવશે.વિશેષમાં વિદ્વાન સંતો ધ્વારા વ્યાખ્યાનમાળા તથા આશીર્વચનનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવેલ છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રીતો માટે આજથી બસો વર્ષ પૂર્વે વડતાલ મંદિરના પટાંગણમાં આવેલ શ્રી હરિમંડપ ખાતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી.જેમાં આચાર્ય,સંતો,પાર્ષદો,ગૃહસ્થ તથા સ્ત્રીઓના વિશેષ નિયમો લખ્યા છે.પોતાના સત્સંગીઓ માટે ૨૧૨ શ્લોક સાથેની આચારસંહિતા સમાન શિક્ષાપત્રીનું જે કોઈ પાલન કરશે તે આલોક અને પરલોકમાં સુખિયા થશે. આ શિક્ષાપત્રી લખ્યાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય, વડતાલ ગાદીના સંતો-ભક્તો તેમજ મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીના સહિયારા પ્રયાસ ધ્વારા દ્વિશાતાબ્દી મહોત્સવ ઉજવાશે.

આચાર્ય સ્થાપન દ્વિશાતાબ્દી મહોત્સવની માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે વડતાલના ૧૮મા વચમૃતમાં સંપ્રદાયની વિશેષતા વર્ણવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય
મૂળ ઉધ્ધવ સંપ્રદાય છે સ્વામિનારાયણ ભગવાનના ગુરૂ રામાનંદસ્વામી હતા. તેમના ગુરૂ રામાનુજાચાર્ય હતા તેથી સંપ્રદાયની ગુરૂ પરંપરા રામાનુજાચાર્યથી આરંભ થાય છે.

રામાનંદ સ્વામી ઉધ્ધવ રૂપે હતા. રામાનંદ સ્વામી રૂપે અવતર્યા પછી મહાત્મ્ય જ્ઞાન સહીત ભક્તિનો પ્રચાર કર્યો શ્રી હરિએ સવંત ૧૮૮૨ માં સંપ્રદાયનું આયાર્યપદ, ગુરૂપદ ધર્મદેવના પુત્ર રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈ તથા તેમના પુત્ર અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજને દત્ત પુત્ર તરીકે વડતાલ તથા અમદાવાદની ગાદી પર સ્થાપિત કર્યા. સ્વામિનારાયણ ભગવાને દક્ષિણ વિભાગ અને ઉત્તર વિભાગ એટલે કે વડતાલ લક્ષ્મીનારાયણદેવ ગાદી અને અમદાવાદ નરનારાયણદેવ ગાદી એમ બે ગાદીની સ્થાપના કરી હતી. અને બે ગાદીના બે આચાર્યો નિયુક્ત કર્યા હતા. જેમાં રઘુવીરજી મહારાજ અને અયોધ્યાપ્રસાદજી મહારાજ છે. ગુરૂ પરંપરા સંપ્રદાયના માન્ય પ્રમાણરૂપ શાસ્ત્રો વેદ,વ્યાસસૂત્ર,શ્રીમદ ભાગવત પુરાણ, શ્રીમદ ભગવતગીતા વિદૂરનીતિ, વિષ્ણુ સહસ્ત્રનામ: વાસુદેવ મહાત્મય અને યાજ્ઞવલ્કયસ્મૃતિ એમ આઠ શાસ્ત્રોને શ્રીજી મહારાજે પ્રિય ગણા છે. શ્રીમદ ભાગવત પુરાણ તેમાં પંચમ અને દશમ સ્કંધ એ બે શ્રી કૃષ્ણ પરમાત્માનું મહાત્મય જાણવા અર્થે હોય તેને અધિક પણે જાણવા, પંચમ સ્કંધ એ યોગશાસ્ત્ર છે. દશમ સ્કંધ એ ભક્તિશાસ્ત્ર છે જયારે યાજ્ઞવાલ્કયની સ્મૃતિ એ ધર્મશાસ્ત્ર છે. આ બધા માન્ય શાસ્ત્રોને જાણવા અને અનુસરવુ અને ૧૧ નિયમોને પાળવા. આપણા ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્મા 

સંકલન:કલ્પેશ પટેલ, વડતાલ
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: