Wednesday, 15 October 2025

જીત તો એક દિવસની ઘટના છે પરંતુ ભાગ લેવો એ જીવન ભર માટેની હિમંત અને સંકલ્પની શરૂઆત છે”: સીવીએમ યુનિવર્સિટી પ્રમુખ ભીખુભાઈ પટેલયુગાંતર 4.0 (યુથ ફેસ્ટિવલ 2025)ની સફળતા બાદ સમાપન સમારોહ યોજાયો

SHARE
“જીત તો એક દિવસની ઘટના છે પરંતુ ભાગ લેવો એ જીવન ભર માટેની હિમંત અને સંકલ્પની શરૂઆત છે”: સીવીએમ યુનિવર્સિટી પ્રમુખ ભીખુભાઈ પટેલ
યુગાંતર 4.0 (યુથ ફેસ્ટિવલ 2025)ની સફળતા બાદ સમાપન સમારોહ યોજાયો
શિક્ષણનગરી વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી દ્વારા 6થી 12 ઓક્ટોબર દરમિયાન ‘યુગાંતર 4.0 (યુથ ફેસ્ટિવલ 2025)’નું ભવ્ય આયોજન શાસ્ત્રી મેદાન તથા સીવીએમ યુનિવર્સિટીની વિવિધ કોલેજોના કેમ્પસ ખાતે થયું હતું. 
સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ  ભીખુભાઈ બી. પટેલ, ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખ  મનીષ એસ. પટેલ, માનદ મંત્રી ડૉ. એસ. જી. પટેલ, સહ મંત્રીઓ  મેહુલ ડી. પટેલ, આર. સી. તલાટી,  વિશાલ એચ. પટેલ, પ્રોવોસ્ટ પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલ તથા રજિસ્ટ્રાર પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયાના માર્ગદર્શન હેઠળ આ યુવા મહોત્સવનું આયોજન કરાયું હતું.
Day-5
યુગાંતર 4.0ના પાંચમા દિવસે લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 12 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોકસંસ્કૃતિની છટા સાથે વિદ્યાર્થીઓએ પોતાના રાજ્યોની પરંપરા અને ઉર્જાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. જેમાં ગરબા, ડાંડીયા, ગોપ ગૂંથણ, ઘૂમર, કળબેલિયા,  ભાંગડા, લાવણી, કોળી નૃત્ય, કથક (લોકરૂપ), ઝુમર, ઝાટ-ઝાટિન નૃત્ય, કથકલિ આદિવાસી નૃત્યનો સમાવેશ થાય છે. 
ડી જે નાઈટ
શાસ્ત્રી મેદાન ખાતે પાંચમા દિવસે 10 ઓકટોબરના વિદ્યાર્થીઓના મનોરંજન માટે સૌ પ્રથમવાર ડી જે નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ડી જે હિમાની સિંઘ પધાર્યા હતા. 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 
સમાપન સમારોહ 
આ યુગાંતરનો સમાપન સમારોહ 11 ઓકટોબરના રોજ જીસેટ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. સમાપન સમારોહની શરૂઆત યુનિવર્સિટી ગીત દ્વારા કરવામાં આવી હતી. સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલ દ્વારા પ્રમુખ એન્જિનિયર શ્રી ભીખુભાઈ બી. પટેલનું સ્વાગત કરાયું હતું. પ્રોવોસ્ટ પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલે યુગાંતર 4.0  અંગે જણાવતા કહ્યું હતું કે યુગાંતરના ચોથા ચરણમાં જેમનો સિંહ ફાળો અને દીર્ઘ દ્રષ્ટિ છે તેવું સંચાલક મંડળ, સમગ્ર યુવા મહોત્સવની કોર કમિટી, ડો. સર્વેશ ત્રિવેદી, ડો. કનુ પટેલનું ખૂબ સુંદર આયોજન રહ્યું છે. 29 કોલેજો, 1250થી વધુ વિદ્યાર્થીઓ, 32 જેટલી સ્પર્ધા, 100થી વધુ અધ્યાપકો અને 35 જયુરી મેમ્બરના સહિયારા પ્રયાસ થકી યુગાંતર 4.0નું  સફળતાપૂર્વક સમાપન થયું છે. વિદ્યાર્થીઓને લીડરશીપ, પરિવારભાવના, શિસ્ત અને સંગઠનથી કઇ રીતે કાર્ય કરવું તે આ યુગાંતર શીખવે છે. શિસ્ત મેનેજમેન્ટ થકી જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાનના મોટો સાર્થક કરી સીવીએમ એ એક ગ્લોબલ યુનિવર્સિટી બનશે.
અધ્યક્ષીય વક્તવ્યમાં સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ  ભીખુભાઈ બી. પટેલે જણાવ્યું હતું કે યુગાંતર 4.0ના સમાપન પ્રસંગ આપણા માટે ગર્વ અને આનંદની ઘડી છે. 7 દિવસમાં વિદ્યાર્થીઓએ સર્જનશીલતા અને કલાત્મક રજૂ કરી છે તે માટે અભિનંદન પાઠવું છું. જીત તો એક દિવસની ઘટના છે પરંતુ ભાગ લેવો એ જીવન ભર માટેની હિમંત અને સંકલ્પની શરૂઆત છે. જે લોકો વિજેતા નથી બન્યા તેઓ નિરાશ ન થાય કારણ કે દરેક પ્રયાસ આપણને નવી તક માટે સમય આપે છે, આજનો અનુભવ આવતીકાલના જીવનનો પાયો બને છે. ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી હમેશાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે કલા સંસ્કૃતિ, રમત-ગમત વિશે પ્રોત્સાહી કરે છે અને તે જ સાચા શિક્ષણનો અર્થ છે. તે જ દ્રષ્ટિકોણથી યુગાંતર જેવા મહોત્સવ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક, ટીમ, સ્પીરીટ, સામાજિક સંવેદના ઉછેરે છે. 
વિજેતા અને રનર્સઅપ 
યુગાંતરમાં સૌથી વધુ રાહ જોવાતી ઘડી એટલે વિજેતા અને રનર્સ-અપ અંગેની જાહેરાત. ઓવરઓલ વિનર સતત ચોથી વખત જીસેટ કોલેજ રહી હતી, જ્યારે રનર્સ-અપ એમબીઆઈટી બની હતી.  યુગાંતર 4.0માં 5 ચેમ્પિયનશીપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જેમાં મ્યુઝીક ચેમ્પિયનશીપમાં જીસેટ કોલેજ, લિટરરી ચેમ્પિયનશીપ ઇલસાસ કોલેજ, ફાઇન આર્ટસ ચેમ્પિયનશીપ સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટસ, થિયેટર ચેમ્પિયનશીપ પણ સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટસ અને ડાન્સ ચેમ્પિયનશીપ એડીઆઈટી કોલેજે મેળવી હતી. 
12 ઓકટોબર, લાઈવ ઇન કોન્સર્ટ 
યુગાંતરનું અંતિમ ચરણ એટલે  ધમાકેદાર લાઈવ ઇન કોન્સર્ટ. વિદ્યાર્થીઓ માટે પ્રખ્યાત ગાયક કલાકાર સચેત અને પરંપરાના લાઈવ ઇન કોન્સર્ટનું આયોજન 12 ઓકટોબરના રોજ કરવામાં આવ્યું હતું. 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરિવાર અને મિત્રો સાથે આવ્યા હતા અને આ કોન્સર્ટની ઉત્સાહ પૂર્વક મજા માણી હતી.  સાથે જ યુનિવર્સિટીના ડીન, પ્રિન્સિપાલ, આદ્યાપકો, અન્ય સ્ટાફગણે પોતાના પરિવાર સાથે આ કોન્સર્ટ માણ્યો હતો.  આ કોન્સર્ટમાં સીવીએમના આગેવાનો પણ સંગીતના સૂર પર ઝૂમી ઉઠ્યા હતા. 

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: