યુવા અવસ્થામાં યોગ્ય માર્ગદશન મળે તો તે પોતાની સફળતા મેળવી શકે – પૂ કોઠારી સ્વામી
વડતાલધામમા રવિવારે ૪ થી યુવા સભાયોજાઈ.
વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલધામમાં તા.૧૨ ઓકટોબર રવિવારના રોજ ૪ થી યુવાસભા વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લ્ભ સ્વામીના વક્તા પદે યોજાઈ હતી. આ પ્રસંગે કોઠારી દેવપ્રકાશ સ્વામી, હરિગુણ સ્વામી (ઉમરેઠ),ગુણસાગર સ્વામી (સુરત) તથા પૂ.શ્યામવલ્લભ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. યુવાસભામાં ખેડા-આણંદ તથા વડોદરા જીલ્લાના ૩૦૦ ઉપરાંત યુવક-યુવતીઓએ ઉત્સાભેર ભાગ લીધો હતો.
કથાના વક્તા ડૉ.સંતવલ્લ્ભ સ્વામીએ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત યુવકો સાથે પ્રશ્નોતરી કરી હતી. યુવાઓમાં સંસ્કારનુ સિંચન થાય તથા સંપ્રદાયનુ પ્રાથમિક જ્ઞાન મળી રહે તે માટે વિવિધ વિષયો ઉપર સંતો ધ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી હતી. જેનો યુવકોએ જવાબ આપી સંતોષ વ્યક્ત કર્યો હતો. સભામાં ખાંધલીના નરેન્દ્રભાઈ રામભાઈ પટેલ (USA) ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સફળ બિઝનેસમેન હોવા છતા નિયમિત કથા વાર્તા તથા શ્રી હરિની પૂજા કરે છે. તેઓએ એકાદશી વિષે જણાવ્યું હતુ. કે પોતે દુકાનમાં ૧૦ કલાક સુધી ખડે પગે ફરજ બજાવે છે. પરંતુ એકાદશીનો ઉપવાસ નિર્જળા કરે છે. સાથે સાથે તેઓ ફરાર પણ કરતા નથી એટલે કે એકાદશીના નકોરડા ઉપવાસ કરે છે. તેઓના દીકરા તબીબ હોવા છતા તે પણ નિયમિત પણે પૂજા અને એકાદશીના ઉપવાસ કરે છે. દેશ માંથી જયારે વિદેશમાં વિચરણ કરે ત્યારે તેઓના ઘરે ઉતારો કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઈ નિયમિત જન મંગલના ૧૧ પાઠ કરે છે. જે સંપ્રદાયને માટે ઉદકુષ્ટ ઉદાહરણ છે.આ પ્રસંગે કોઠારી દેવપ્રકાશ સ્વામીએ આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે યુવા અવસ્થામાં યોગ્ય માર્ગદશન મળે તો તે પોતાની સફળતા મેળવી શકે છે. યુવાન ધારે તે કરી શકે છે.ગોલ શુદ્ધ હોત તો સફળ થઈએ સુખી થાય છે અને પરિવારને પણ સુખી કરે છે.માનવજીવનનું યોગ્ય ઘડતર થાય તો તેની કિમત થાય છે. અંતમાં નરેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટી સભ્ય અલ્પિતભાઈ પટેલ તથા યુવાનોએ આરતી ઉતારી હતી.તથા નરેન્દ્રભાઈ પટેલ અને યુવકોએ ભક્તચિંતામણી પુસ્તકનુ પૂજન કર્યું હતુ. ત્યારબાદ સંતો ધ્વારા દરેક યુવકોને ઘારીના પ્રસાદનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
સંકલન:કલ્પેશ પટેલ, વડતાલ
મો:9879407774,
9979407774
0 comments: