વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે ૨૦૦ કિલો ઘારીનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો.
વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ ધામ વડતાલધામ ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી તથા આચાર્ય પદ સ્થાપનદ્વિશાતાબ્દી મહોત્સવના ઉપક્રમે તા.૧૨ ઓકટોબરને રવિવારના રોજ યજમાન અલ્પિતભાઈ પંકજભાઈ પટેલ (બરોડા) તથા મૌલેશભાઈ ભુપેન્દ્રભાઈ કોઠારી (અમદાવાદ) પદે ૨૦૦ કિલો ઘારીનો અનોખો ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે વડતાલ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ.આચાર્ય ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહરાજે આરતી ઉતારી હતી.આ પ્રસંગે કોઠારી દેવપ્રકાશ સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા પૂ.શ્યામવલ્લભસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતુ. કે ભક્તો પોતાના મનોરથો પૂર્ણ કરવા માટે વડતાલ વિહારી શ્રી લક્ષ્મીનારાયણદેવ તથા હરિકૃષ્ણ મહારાજ સહીત આદિ દેવોને અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરાવે છે. જે અંતર્ગત બરોડા તથા અમદાવાદના હરિભક્તોએ દેવોના રાજીપા માટે રવિવારના રોજ ૨૦૦ કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દરમ્યાન રવિવારે યોજાયેલી ૪ થી યુવાસભામાં ઉપસ્થિત યુવકો તથા યુવતીઓને સંતો તથા સાંખ્યયોગી માતા ધ્વારા ઘારીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષાપત્રી તથા આચાર્યપદ સ્થાપન સ્થાપનદ્વિશાતાબ્દી મહોત્સવ અંતર્ગત ૧૯૧૨૨ હરિભક્તો ધ્વારા મંદિરની ૩૮.૨૪ લાખ પ્રદક્ષીણા પૂર્ણ કરવામાં આવી છે.
સંકલન:કલ્પેશ પટેલ,વડતાલ
મો:9879407774,
9979407774
0 comments: