Sunday, 24 August 2025

આણંદ શ્રી રોકડિયા હનુમાનજી મંદિર પવિત્ર શ્રાવણ માસની ઉજવણી

SHARE
આણંદ શ્રી રોકડિયા હનુમાનજી મંદિર પવિત્ર શ્રાવણ માસની ઉજવણી


શ્રી ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદીના તાંબાના આણંદ શહેર મધ્ય બિરાજમાન શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે મહંત પ. પૂ. સદ ભક્તવત્સલદાસજીના માર્ગદર્શન હેઠળ તથા આગામી વડતાલ ખાતે ઉજવનાર શ્રી શિક્ષાપત્રી તથા આચાર્ય સ્થાપનના દ્વિ દશાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં તથા વડતાલ ગાદીપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી ના આશીર્વાદ થી વિવિધ આયોજનો કરવામાં આવ્યા મંદિરના મુખ્ય વહીવટ કરતા શ્રી હરિકૃષ્ણ ભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર શ્રાવણ માસના પાંચેય શનિવારે દેવના સિંહાસનને અવનવા ફૂલોનો શણગાર કરવામાં આવ્યો તથા તમામ શનિવારે અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો મંદિરની કલાત્મક યજ્ઞશાળામાં સમગ્ર માસ દરમિયાન મહાપુજા તથા ગોપાલાનંદ સ્વામી રચિત બીજ મંત્રનું હોમાત્મક યજ્ઞ નું અનુષ્ઠાન કરવામાં આવ્યું. આ યજ્ઞની પૂર્ણાહુતિ મંદિરના સંતોના વરદ હસ્તે કરવામાં આવી તથા ત્રણ વખત બ્રહ્મ ભોજન નું આયોજન કરવામાં આવ્યું. આ બ્રહ્મ ભોજનમાં ખુદ મંદિરના મહંત પ.પૂ.સદ્દ ભક્તવત્સલદાસજી સ્વામી શ્રીજી પ્યારક સ્વામી તથા હરિ પ્યારક સ્વામી એ પીરસી ભૂદેવોને રાજી કર્યા હતા.


સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: