પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ તમામ ગામોના સરપંચોનો 'સરપંચ પરિસંવાદ' કાર્યક્રમ યોજાયો.
ગુજરાત રાજય પોલીસ વડા તરફથી આપવામા આવેલ સુચના મુજબ આજરોજ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ તમામ ગામોના સરપંચોનો સરપંચ પરિસંવાદ કાર્યક્રમ પેટલાદ નગરપાલિકાના સભાખંડ ખાતે એસ.બી.કુંપાવત ઇ.નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ વિભાગ પેટલાદ નાઓની અધ્યક્ષતામા રાખવામા આવેલ જેમા એમ.એચ.દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન નાઓ હાજર રહેલ અને ગામડાઓમા બનતા બનાવો બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી સુચનાઓ આપવામા આવી તેમજ “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અંતર્ગત તેમજ સાયબર અવેરનેસ બાબતે અને ટ્રાફિક જાગ્રુતિ, CCTV લગાવવા બાબતે જરૂરી સુચનો કરવામા આવ્યા. તેમજ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ તમામ ગામના સરપંચોનુ પોલીસ સ્ટેશન ધ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવવામા આવેલ છે. જેમા કોઇ ગામમા કોઇ પોલીસ સ્ટેશન લગતી કોઇ બાબત હોય તો વોટ્સએપ ગ્રુપમા જણાવવા તમામ સરપંચોને થાણા અધિકારી તરફથી જાણ કરવામા આવેલ છે. આ કાર્યક્રમ પ્રસંગે તમામા ગ્રામ પંચાયતના ચુંટાયેલ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. બધા જ સરપંચઓએ એકબીજાને પરસ્પર સહયોગ અને ઉપયોગી બનવાની બાંહેધરી આપી હતી.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
0 comments: