Tuesday, 26 August 2025

સુપર સ્ટાર આનંદી ત્રિપાઠી મૈયરમાં મનડુ નથી લાગતુ રતન ફરીથી લોક ચાહના મેળવવા આવી રહી છે

SHARE
સુપર સ્ટાર આનંદી ત્રિપાઠી મૈયરમાં મનડુ નથી લાગતુ રતન ફરીથી લોક ચાહના મેળવવા આવી રહી છે

 પાંચ સપ્ટેમ્બર ના રોજ આપણા નજીકના મલ્ટિપ્લેક્સ માં


કલ્પેશ પટેલ દ્વારા  
વ્યક્તિ વિશેષ અહેવાલ

25 વર્ષ પહેલા એક ફિલ્મ રિલીઝ થઈ હતી અને લોકોને એટલી પસંદ આવી હતી લાંબો સમય સિનેમા ઘરોમાં ચાલી હતી . "મૈયરમાં મનડુ નથી લાગતું "તેની હિરોઈન એટલે આનંદી ત્રિપાઠી રતન
મસ્તીખોર નટખટ અને તેની અદાઓએ ધમાલ મચાવી દીધી હતી જેમણે  25 વર્ષ પછી પણ તેમની લોક ચાહના અકબંધ રહી એવી ગુજરાતની લોકલાડીલી સુપરસ્ટાર આનંદી ત્રિપાઠી આજે આપણે તેના વિશે  જાણીશું
પોતાનો જન્મ ઈન્દોરમાં થયો અભ્યાસ પણ ઈન્દોરમાં કર્યો અને ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા જાગી ત્યારે સૌ પ્રથમ એમને સાઉથમાં ફિલ્મ કરી હિન્દી ફિલ્મ કરી અને પછી ગુજરાતી ફિલ્મ  ધમાકેદાર ગીત ધમાકેદાર સ્ટોરી સાથે ગુજરાતમાં એન્ટ્રી કરી
25 વર્ષ પહેલા "મૈયરમાં મનડુ નથી લાગતુ" જેવી સુપર ડુપર હીટ ફિલ્મમાં જેના આઠ ગીતો આજે પણ ગુંજી રહ્યા છે તેમાં ધમાલ મચાવવાળી હિરોઈન આપણા ગુજરાતની માધુરી દીક્ષિત એટલે આપણી સુપરસ્ટાર આનંદી ત્રિપાઠી
25 વર્ષ પછી પણ આ ફિલ્મના ગીતોને આનંદીના અભિનયને કોઈ નથી ભૂલી શક્યું આજે પણ લોકો યાદ કરે છે એ ફિલ્મ ફરીથી મલ્ટીપ્લેક્સના પડદા ઉપર જોવા મળશે
આનંદી ત્રિપાઠી એ ઘણી લાંબી જર્નીમાં બહુ ઓછી ફિલ્મો કરી છે તેનું એક જ કારણ છે કે તેમને ગમે તેવા ગીતો અને વિષય નથી મળ્યા એટલે તેમને ઓફર હોવા છતાં તેમને એ ફિલ્મો છોડવી પડી હતી
આનંદી ત્રિપાઠી એ ગુજરાતી ફિલ્મ બહુ ઓછી કરી છે પણ મનગમતી ફિલ્મ સારા વિષય અને સારું ટેકનિશિયન સારા ડાયરેક્ટર સાથે જ કામ કર્યું છે
પુરા પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મો અને ક્યારે તેમને ટૂંકા વસ્ત્રો સાથે કે ટૂંકા વલગર શબ્દો સાથે આનંદી ત્રિપાઠી ક્યારેય તમને જોવા નહીં મળી હોય એક ફેમિલી સાથે જોવાલાયક સારી ફિલ્મ અને સારા ગીતો અને સારા અભિનેય સાથે ધૂમ મચાવેલી અને ગુજરાતની આજેપણ 25 વર્ષ પછી યાદગાર રહી છે તેવી આપણી સુપરસ્ટાર આનંદી ત્રિપાઠી આજે પણ ફિલ્મ કરવા માટે સારા વિષય સાથેની વાર્તા તલાશ કરી રહી છે
સારો વિષય અને સારી વાર્તા અને સારો ગીતો મળશે તો જરૂરથી ફિલ્મ કરશે અને ફરી એકવાર પોતાના જીવનની યાદગાર પણ જે 25 વર્ષ પહેલાં કોઈના લગ્ન થયા હોય યા તો પોતાની સગાઈ થઈ હોય તો પહોલાના બાળકનો બર્થ ડે હોય ત્યારે આ ફિલ્મ જોવાય  તે યાદગારની સાથે ફરી એકવાર રતનને અને રામ (હિતેનકુમાર)ને જોવા માટે પાંચ સપ્ટેમ્બર આપણા નજીકના સિનેમા ઘરમાં આપણે જઈશું અને જરૂરથી આ ફિલ્મ આપણે માણીશું
આપણે પણ ઘણી વખત સાંભળતા હોઈએ છીએ રામ અને રતનની જોડી એ અમર જોડી થઈ ગઈ છે જેમ કે આપણે અહીંયા ઘણા એવા નામ છે કે જોડી અત્યારે અખંડ છે તેવી રીતે આ ફિલ્મના ઇતિહાસના કાળમાં આપણે જોઈએ ત્યારે આ ફિલ્મની કથા પટ કથા અને સંવાદ અને ગીતો જશવંત ગાંગાણીએ લખી અને પોતાના જિંદગીનો એક સફળ ડાયરેક્ટર
બની ગયા
જશવંત ગાંગાણીએ અનેક ઓડિશનો કર્યા ત્યાર પછી તેમના દિમાગમાં એક એવી હિરોઈન હતી કે જે નટખટ હોય અને ધમાલ મચાવી દે તેવી એમને હિરોઈન ની શોધમાં હતા અને આનંદી ત્રિપાઠી નું ઇન્ટરવ્યૂ કર્યા પછી તેમને આરોલની ઓફર આપવામાં આવી અને આ રોલને જશવંત ગાંગાણીના દિમાગમાં જે વિચાર હતો તેનાથી 10 ગણું કામ કરી અને પડદાને રોનક
બદલી નાખી હતી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે ઘણી વખત જોતા હોય છે કે એક જ ફિલ્મ કર્યા પછી બીજી ફિલ્મ ક્યારેય એ આરટીસી ન કરી હોય છતાં પણ એ ફિલ્મ આજીવન તેને યાદ રહેતી હોય છે તેમ એક અમર કથા અને અમરગીતો જે ભી કોઈ ફિલ્મ હોય તો "મૈયરમાં મનડુ નથી લાગતું" બહુ ઓછી ફિલ્મ કરવા છતાં દિલમાં રાજ કરી રહી છે આનંદી ત્રિપાઠી


સુપર સ્ટાર અભિનેત્રી આનંદી ત્રિપાઠી ની સિનેમા સફર
સૌ પ્રથમ કન્નડ ફીલ્મ 

ગુજરાતી ફિલ્મોમાં (મુખ્ય લીડ) તરીકે કામ કરેલ

 1.મૈયર મા મનડુ નથી લાગતુ.  (શ્રેષ્ઠ અભિનેત્રી ગુજ. ગવઁમેન્ટ એવોર્ડ)

 2.માંડવડા રોપાવો માનારાજ.

 3.મૈયર મા મનડુ નથી લાગતુ ભાગ -2.  (શ્રેષ્ઠ અભિનેત્રી ગુજ. એવોર્ડ)

 4.મારા રુદીયે રંગના તામે સજના.(શ્રેષ્ઠ અભિનેત્રી ગુજ. સરકારી એવોર્ડ)

 5.ગોરી લઇ જાઉ તને હુ આજ કાલ મા.  (શ્રેષ્ઠ અભિનેત્રી ગુજ. સરકારી એવોર્ડ)

 6.તોરણ બંધાઓ હો રાજ.

 7.મને લઈ દે ને નવા રંગ ચું દલડી.

 8.હાલો માનવ મેળો.(શ્રેષ્ઠ અભિનેત્રી ગુજ. સરકાર. એવોર્ડ)

 9.કર્મભૂમિ ગુજરાતની.

 10.વિધાતા.

 હિન્દી ફિલ્મ

 1.હવાઈન.  અભિનેત્રી તરીકે

 2.નંદુ કા રાજા.

 કનન્ડ ફિલ્મ 
ઇન્દ્રધનુષ.

 * ગુજરાત સરકાર તરફથી 5-શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે.

 સિરિયલો પણ કરી છે :-- 

 1 નાગાર્જુન - લાઈફ ઓકે 
 2  Isqebaaz - Star Plus 
 3 વો અપના સા - ઝી ટીવી  .
 4.યે તેરી ગલિયાં-ઝી ટીવી
 5.રામાયણ-સોની ટીવી.કુશલ્ય તરીકે.


સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
997940774
SHARE

Author: verified_user

0 comments: