બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર રાયસણ ગાંધીનગર એક્સપો એન્ડ ફન ફીએસ્ટા યોજાયો
ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ની સાથે સાથે શિક્ષણ આપતી પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ચાલતી બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર - રાયસણ, ગાંધીનગર મુકામે એક્સપો એન્ડ ફન ફીએસ્ટા યોજાયો જેમાં જીએસઇબી ધોરણ 1 થી 12 (સાયન્સ એન્ડ કોમર્સ )તેમજ સીબીએસસી નર્સરી થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા દરેક વિષયોના વિવિધ મોડલો દ્વારા શિક્ષણની સુંદર સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી અને તેને બહાર લાવવા માટે ટીચરો દ્વારા ખૂબ જ મહેનત કરીને સુંદર પ્રદર્શન મૂકવામાં આવ્યા હતા તે જોવા માટે હજારો લોકો આવ્યા હતા તેમના દરેકના મુખમાં એક જ શબ્દ હતો વાહ. .... બહુ જ સરસ. .... પ્રદર્શન છે સાથે સાથે વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સ દ્વારા ફૂડ કોર્ટ ગેમ ઝોન પણ રાખવામાં આવ્યા હતા જેનો આવનાર દરેક લોકોએ લાભ લીધો હતો.
આ પ્રોગ્રામમાં અતિથિ વિશેષ તરીકે મીરાબેન પટેલ (મેયર ગાંધીનગર મહાનગરપાલિકા) , શિક્ષણ જગતના વિદ્વાનો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે સ્વામી શ્રી આત્મવિજયદાસજી, નિર્ગુણ મુની સ્વામી, ડાયરેક્ટર રમેશ સર, એજ્યુકેશન ડાયરેક્ટર ભાલીયા સર, જીએસઇબી પ્રિન્સિપાલ મોનાલીસા મેમ, સીબીએસસી પ્રિન્સિપાલ રજનીકાંત સર, તમામ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ૧ મહિના ઉપરાંતની મહેનત કરીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
સંકલન:બિમલભાઈ પટેલ - ગાંધીનગર
કલ્પેશ પટેલ :મો-9879407774,
9979407774
0 comments: