Wednesday, 19 March 2025

નરેન્દ્ર મોદી વિચારમંચ મહિલાશાખા આણંદ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સંયુકત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ

SHARE
નરેન્દ્ર મોદી વિચારમંચ મહિલાશાખા આણંદ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સંયુકત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ

           નરેન્દ્ર મોદી વિચાર મંચ મહિલાશાખા - આણંદ દ્વારા વુમન્સ ડે  નિમિતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે આણંદ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ મહિલા શાખા - આણંદના  પ્રદેશ મંત્રી અલ્પાબેન મહેતા અને આણંદ શાખા ના પ્રમુખ ખુશ્બુબેન સંઘવી ના અધ્યક્ષ સ્થાને રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં ૨૩ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતુ.
             આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ આણંદ શાખાના પ્રદેશ મંત્રી શ્રીમતિ અલ્પાબેન મહેતાએ જણાવ્યું કે અત્યારે ગરમીના સમયમાં બ્લડ બેંકને બ્લડની જરૂરિયાત ખુબ જ રહેતી હોય છે કારણકે સગર્ભા મહિલાઓ અને થેલેસેમીયા પીડિતો ને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
        આ પ્રસંગે મહિલાઓ દ્વારા યોજાયેલ બ્લડ કેમ્પને પ્રોત્સાહિત કરવા આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ( બાપજી ) સુનિલભાઈ શાહ , જગતભાઈ પટેલ , આણંદ રેડક્રોસ સોસાયટી ના ચેરમેન દેવેન્દ્રભાઈ પટેલ , વાઈસ ચેરમેન શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મોટી સંખ્યામાં બ્હેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સંકલન:કલ્પેશ પટેલ,આણંદ
મો:9879407774,.
9979407774
SHARE

Author: verified_user

0 comments: