Saturday, 9 November 2024

HNGU ખાતે એન.એસ.એસ. અંતર્ગત "રાષ્ટીય એકતા શિબિર"નો પ્રારંભ

SHARE
HNGU ખાતે એન.એસ.એસ. અંતર્ગત "રાષ્ટીય એકતા શિબિર"નો પ્રારંભ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રટાંગણમાં ભારત સરકારના યુવા બાબતો, રમતગમત મંત્રાલય અને એન.એસ.એસ. રીજીયોનલ વિભાગ અમદાવાદ તેમજ એન.એસ.એસ. વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત પણે "રાષ્ટીય એકતા શિબિર" નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ “રાષ્ટ્રીય એકતા શિબિર" ના ઉદ્ધઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી હરિભાઈ પટેલ  (માનનીય સાંસદ સભ્યશ્રી -મહેસાણા) તેમજ પ્રો. કે.સી. પોરીયા (કુલપતિશ્રી, એચ.એન.જી.યુ. પાટણ), ડૉ. કમલકુમારકર (એન.એસ.એસ. રીજીયોનલ ડાઈરેક્ટર, અમદાવાદ), ડૉ.ડી.આર.દરજી (રાજ્ય એન.એસ.એસ અધિકારી,ગાંધીનગર),ડૉ.રોહિત એન.દેસાઈ (કુલસચિવશ્રી, એચ.એન.જી.યુ. પાટણ) અને શ્રી કમલેશ ઠક્કર (એન.એસ.એસ. પ્રોગામ સંયોજક, એચ.એન.જી.યુ. પાટણ) ની વિશેષ ઉપસ્થિત રહી હતી. વધુમાં, હરિભાઈ પટેલે એન.એસ.એસ.ના સ્વયંમ સેવકોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃતિઓમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું અને "રાષ્ટીય એકતા શિબિર"ના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ,તેના મૂલ્યો અને વિવિધ પરંપરાઓને શીખવા અને માણવા અનુરોધ કર્યો હતો. 
આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી ૧૧ રાજ્ય અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી કુલ ૨૧૦ એન.એસ.એસ. સ્વયં સેવકો તેમના ટીમ મેનેજર સાથે તારીખ ૮ નવેમ્બરથી ૧૪ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન  ભાગ  લઇ રહ્યા છે.આ સાત દિવસીય કેમ્પ દરમિયાન "માય ભારત પોર્ટલ" વિષય પર લેક્ચર  “વિકસિત ભારત” વિષય પર મોનો એક્ટિંગ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધા,"વન નેશન -વન ઈલેક્શન , “વોકલ ફોર લોકલ” અને “સાયબર સિક્યુરિટી " વિષય પર ગ્રુપ ડિસ્કશન, ગ્રુપ ડાન્સ સ્પર્ધા, સોલો સિંગિંગ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા , રંગોળી સ્પર્ધા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી એન.એસ.એસ. ના સ્વયંમ સેવકો એકબીજાની સંસ્કૃતિ જાણે, સમજે અને માણે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ રજુ કરવામાં આવી રહી છે અને વિવિધ વિષયો પર સામાજિક જાગૃતિ માટે લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ "રાષ્ટીય એકતા શિબિર” ને સફળ બનાવવા માટે HNGU ના સ્વયંમ સેવકોની ટીમ, એન.એસ.એસ. રીજીયોનલ વિભાગ અમદાવાદની ટીમ અને સમગ્ર ભારતમાંથી આવેલ એન.એસ.એસ. ના સ્વયંમ સેવકો અને પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

સંકલન:કલ્પેશ પટેલ, અમદાવાદ
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: