શહેરા તાલુકાના નવીવાડી ગામમાં ચોર ટુકડી ગામમાં આવતા હોવાને લઇને ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગામમાં ચોરી થતી અટકે તે માટે ગામના અમુક લોકો એકત્રિત થઈને રાત્રીએ જાગી રહયા છે...
શહેરા નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમા ચોર ટુકડી સક્રિય થતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રાત્રીએ જાગવું પડી રહયુ છે,તાલુકાના નવી વાડી ગામમાં પણ રાત્રિ દરમ્યાન ચોર આવ્યા હોવાનું સામે આવતા લોકો માં ડર નો માહોલ જોવા મળી રહ્યો હતો.જ્યારે ગામમાં ચોર આવ્યાની વાત પ્રસરતા ગામલોકો એકઠા થઈને અલગ અલગ વિસ્તારમાં ટીમો બનાવીને ચોરી થતી અટકી શકે તે માટે રાત્રીએ જાગી રહ્યા હતા. જોકે જે રીતે નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચોરીના બનાવો બન્યા બાદ આ ચોર ટુકડીને પકડી પાડવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નીવડી રહી હોય એવી અનેક ચર્ચાઓ લોકોમાં થવા પામી હોય ત્યારે પોલીસ દ્વારા રાત્રીએ પેટ્રોલિંગ સાથે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પોઇન્ટ પણ હાલ છે એના કરતાં વધારે પોલીસ પોઇન્ટ રાત્રી દરમિયાન ઊભા કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે..
સંકલન:તુષાર દરજી,શહેરા
0 comments: