થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
પત્રકાર સાચું લખવામાં ડરવો ના જોઈએ : પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ
આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના મિત્રો જે કામ કરે છે, તમને ખરેખર સલામ છે: થરાદ નાયબ પોલીસ અધિક્ષક
(લક્ષ્મણ સોલંકી થરાદ)
બનાસકાંઠા.
બનાસકાંઠા જીલ્લાના થરાદ ખાતે હોટલ શિવાય ઇન્ટરનેશનમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ એસ.એમ.વારોતરીયાના અધ્યક્ષ સ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદ દ્વારા સૌ પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી.જે પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા આવેલ સંત મહાત્મા તેમજ રાજકીય અગ્રણીઓ અને સામાજિક આગેવાનો અને વિવિધ સંગઠનો અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ આમંત્રિત દરેક મહેમાનોનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમ અંતર્ગત પ્રયાગગીરીપીર બાપુ થાવરમઠ ધાનેરા ,મહંત શ્રી રામલખન દાસજી બાપુ ચારડા, મહંત શ્રી જાનકીદાસ બાપુ ઢીમા , મહંત શ્રી ઘેવરદાસજી મહારાજ ભુરીયા ,મહંત શ્રી અંકિતપૂરી બાપુ ભાપી મઠ, થરાદ ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલબેન આંબલીયા, રાજપૂત સમાજના અગ્રણી ડી.ડી.રાજપૂત ,થરાદ નગર પાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત , જિલ્લા ઉપ્રમુખ રુપશીભાઈ પટેલ, અતીત ગુલાબગીરી શાંતિગીરી (ભામાશા) બુઢનપુર ,વિક્રમસિંહ દેવુસિંહ રાજપૂત, રાઠોડ રવજીભાઈ પી, આશાડેરી જબ્બરસિહ જાડેજા તેમજ ડોકટર એસોસિએશનના ડૉ. કલ્પેશ ચૌધરી, ડૉ. જે.જે પટેલ, ડૉ.મહેશદાન ગઢવી,અમરતભાઈ તિરંગા, પ્રકાશભાઈ તલાટી, ટીએચઓ થરાદ ડૉ.એચ વી જેપાલ, ગૌરક્ષક કનકસિહ, તેમજ નાઈ સમાજના મહિલા અગ્રણી ગીતાબેન નાઈ, શારદાબેન ભાટી, અને બાળવિકાસ વિભાગના પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર કાઉન્સિલર રેખાબેન પરમાર, લાયન્સ ક્લબના વર્તમાન પ્રમુખ વશરામભાઈ અને પૂર્વ પ્રમુખ પીરોમલ નઝાર, ડૉ .વિમલ દવે, નાનજીભાઈ હડિયલ ઉપરાંત વેપારી એસોસિએશન હોદેદારો સહીત સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
0 comments: