Wednesday, 11 September 2024

બેંક ઓફ ઇન્ડિયા, ચિખોદરા શાખા તથા એમ. એમ. હાઈસ્કૂલ, ચિખોદરા ના સંયુક્ત ઉપક્રમે હિંદી માહ પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો.

SHARE
બેંક ઓફ ઇન્ડિયા, ચિખોદરા શાખા તથા એમ. એમ. હાઈસ્કૂલ, ચિખોદરા ના સંયુક્ત ઉપક્રમે હિંદી માહ પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો.


બેંક ઓફ ઇન્ડિયા, ચિખોદરા શાખા તથા એમ. એમ. હાઈસ્કૂલ,ચિખોદરા નાં  સંયુક્ત ઉપક્રમે હાઈસ્કૂલમાં ઉજવવામાં આવેલ હિંદી માહનો  પુરસ્કાર વિતરણ સમારંભ તાજેતરમાં બેંક ઓફ ઇન્ડિયા, ચિખોદરા  ના શાખા પ્રમુખ  ધીરેન્દ્ર સિંહ ના મુખ્ય મહેમાન પદે હાઈસ્કૂલના પટાંગણ માં યોજાયો હતો. જ્યારે ચિખોદરા કેળવણી મંડળનાં પ્રમુખ  ચંદ્રકાંતભાઈ પટેલે સમારોહનું અધ્યક્ષ પદ શોભાવ્યું હતું. આ હિંદી પુરસ્કાર વિતરણ સમારંભમાં બેંક ઓફ ઇન્ડિયા, વડોદરા ઝોનલ ઓફિસના  રાજભાષા વિભાગના મેનેજર શ્રી કિશોર સોનાર અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. હિંદી પુરસ્કાર વિતરણ સમારંભના  મુખ્ય મહેમાન પદેથી સંબોધન કરતા બેંક ઓફ ઈન્ડિયા, ચિખોદરા ના શાખા પ્રમુખ  ધીરેન્દ્ર સિંહે સૌને હિંદી દિવસની શુભેચ્છાઓ પાઠવતા બેંકની વિભિન્ન યોજનાઓ ની જાણકારી આપી હતી. સમારંભના અતિથિ વિશેષ પદે થી બોલતા  કિશોર સોનારે જણાવ્યું હતું કે મને એ વાતનો અત્યંત આનંદ થાય છે કે બેંક ઓફ ઇન્ડિયા, ચિખોદરા શાખા ના સૌજન્ય થી એમ.એમ. હાઈસ્કૂલ દ્વારા હિંદી માહ ની ઉજવણી અંતર્ગત વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન કરીને હિંદી દિવસ ને એક ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો છે. હું આ પ્રસંગે હિંદી દિવસ અંતર્ગત યોજાયેલ વિભિન્ન સ્પર્ધાઓ માં ભાગ લેનાર તમામ વિધાર્થી ભાઈ બહેનોને તથા સ્પર્ધા માં વિજેતા થનાર વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. 

આ અગાઉ એમ. એમ. હાઈસ્કૂલ  નાં આચાર્ય  રમેશભાઈ  એ મહેમાનોનો પરિચય આપ્યો હતો. જ્યારે સમારંભ ના અધ્યક્ષ અને ચિખોદરા કેળવણી મંડળનાં પ્રમુખ  ચંદ્રકાંતભાઈએ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરીને સંસ્થાનો પરિચય આપ્યો હતો.  

આ સમારંભમાં ઊપસ્થિત મહેમાનો ના વરદહસ્તે હિંદી માહ અંતર્ગત યોજાયેલ વિભિન્ન સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સમ્માનિત કરાયા હતાં. કાર્યક્રમનું સંચાલન  કલ્પનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

આ હિંદી માહ પુરસ્કાર વિતરણ સમારંભમાં ચિખોદરા ગામના અગ્રણીઓ, ચિખોદરા હાઈસ્કૂલ ના શિક્ષક ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઊપસ્થિત રહ્યા હતા.

સંકલન:-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: