Wednesday, 31 July 2024

ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા અમૂલ ડેરી, આણંદ ખાતે તારીખ ૨૬/૦૭/૨૦૨૪ના રોજ “મિલ્ક અવેરનેસ કેમ્બ્રેન"નું આયોજન

SHARE
ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા અમૂલ ડેરી, આણંદ ખાતે તારીખ ૨૬/૦૭/૨૦૨૪ના રોજ “મિલ્ક અવેરનેસ કેમ્બ્રેન"નું આયોજન


ઇન્ડિયન ડેરી એસોસિએશન એ ભારતમાં ડેરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસ્થાના સભ્યો વિદેશી કંપનીઓ, સહકારી સંસ્થાઓ. કોર્પોરેટ સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ સરકારી અને જાહેર ક્ષેત્રના એકમો છે. આઈડીએ ગુજરાત સ્ટેટ ચેપ્ટરની સ્થાપના 27મી જાન્યુઆરી 1998 ના રોજ કરવામાં આવી હતી.
આ સેમિનારમાં આણંદ-વિદ્યાનગર, કરમસદ અને યાંગાની ૫૦ જેટલી કૉલેજના ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.એન.એચ કેલાવાલા, વાઈસ ચાન્સલર, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ડૉ. હિમાંશુ પંડયા, પ્રોફેસર, પ્રમુખ સ્વામિ મેડિકલ કૉલેજ, કરમસદ, આઈડીએ વેસ્ટ ઝોનના ચેરમેન ડૉ.જે.બી.પ્રજાપતિ, આઈડીએ ગુજરાત ચેપ્ટરના ચેરમેન ડૉ. અમિત વ્યાસ, અમૂલ ડેરીના વિભાગીય વડાશ્રીઓ તેમજ વેટરિનરી ડોક્ટરશ્રીઓ અને અન્ય કર્મચારી ગણ હજાર રહ્યા હતા. આ સેમિનારનું જીવંત પ્રસારણ YOUTUBE પર પણ કરવામાં આવેલ, જેનો લાભ ગુજરાત રાજ્યના સર્વે કોલેજોના વિદ્યાર્થીઓએ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. પ્રિતી શુક્લા ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ ટોપિકની જરૂરિયાત કેમ છે તેમજ તેઓએ દરેક મહેમાનોને આવકાર્યા હતા. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, સ્પોન્સર, વિવિધ કોલેજ જેવી કે વેટેનરી સાયન્સ કોલેજ, ટેકનોલોજી કોલેજ, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી કોલેજ, બેઝિક સાયન્સના તમામ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ગણને આવકાર્યા હતા.
ડૉ. અમિત વ્યાસ, મેનેજિંગ ડિરેક્ટર, અમૂલ ડેરી, આણંદ તથા ચેરમેન, ગુજરાત સ્ટેટ ચેપ્ટર, તેઓના ઇનોગ્રાલ સ્પીચમાં જણાવ્યું હતું કે ભારત એ દૂધ ઉત્પાદનમાં સર્વપ્રથમ દેશ છે. અમૂલ જેવી સંસ્થા કે જે દૈનિક ત્રણ કરોડ લિટરથી વધુ દૂધ સંપાદન અને પ્રોસેસિંગ કરે છે. તેમને ડેરી ઉદ્યોગમાં ગામડા લેવલ થી ડેરી પ્લાન્ટ તેમજ માર્કેટ લેવલ સુધી અલગ અલગ ઇનોવેશન, ડિજિટલ ઇન્ટરવેશનની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે હાલ પ્રોટીન આધારિત ખોરાક જેવો કે પ્રોટીન યુક્ત લસ્સી, પ્રોટીન યુક્ત પરાઠા, પ્રોટીન યુક્ત પનીર તેમજ પ્રોટીન યુક્ત ચોકલેટની ખૂબ જ માંગ છે અને તે દિશામાં અમૂલ ડેરી પોતાની પેદાશો લોન્ચ કરી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે વિજ્ઞાનની સાથે સાથે દૂધનું આધ્યાત્મિક જીવન રૂપી પણ ખૂબ જ મહત્વ છે. દૂધ એ આપણી સાથે અલગ અલગ રીતે જોડાયેલ છે. તેઓ જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદન અને સંપાદન એ માત્ર ભારતમાં ધંધો નથી પણ તે આજીવિકાનું પણ એક સાધન છે અને ભારતમાં લગભગ ૮ કરોડથી વધુ પરિવારો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ જણાવ્યું હતું કે ડેરી ઉદ્યોગની ઇન્ડસ્ટ્રી ભારતમાં પ્રતિવર્ષ દસ લાખ કરોડથી પણ વધુ ટર્નઓવર કરે છે. અમૂલ ડેરી માત્ર ભારતની નહીં પણ એશિયાની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ તેમજ એફએમસીજી તરીકે આગવું સ્થાન ધરાવે છે.
કરમસદ મેડિકલ કોલેજના ડીન ડૉ. હિમાંશુ પંડયાએ જણાવ્યું હતું કે દૂધનું આપણા આહારમાં તેમજ સ્વસ્થ માનવજીવન માટે શું મહત્વ છે. તેઓએ સાથે સાથે જણાવ્યું હતું કે તેઓ પોતે આણંદના જ ગામમાં ઉછરી અને અમદાવાદ ખાતે પોતાનો શૈક્ષણિક
તાલીમ લીધા બાદ અહીં ઘણા વર્ષોથી ફરજ બજાવે છે, તેઓ તેમજ એસએમસી ડેરી સાયન્સ કોલેજ અને અમૂલ સંયુક્ત રીતે પણ પ્રોબાયોટિકની મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય છે તેના ઉપર રિસર્ચ અવાર નવાર કરતા રહે છે. તેઓએ જણાવ્યું હતું કે દરેક આજની પેઢીએ પોતાના ફૂડ હેબિટને સુધારવી પડશે. જે આજકાલ ફાસ્ટ ફૂડનું ચલણ વધેલું છે તેને મર્યાદિત કરવું પડશે.
મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા ડૉ. એન. એચ. કેલાવાલા, વાઈસ ચાન્સલર, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે દૂધની અગત્યતા મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ છે. આજકાલ બજારમાં વિવિધ મિલ્ક એનાલોગની પ્રોડક્ટ પણ મળે છે જેમકે આલમંડ મિલ્ક, સોયા મિલ્ક તેમજ વૈગન વિવિધ આહાર, આ દરેક અલગ અલગ વનસ્પતિ જન્ય આહારોની આપણા શરીર ઉપર માઠી અસર પડે છે. તેઓએ જણાવ્યું હતું કે આ સ્વરૂપના સેમીનારનું આજે ઘણું જ મહત્વ છે માટે તેઓએ આઇ.ડી.એ.ને આહવાન કર્યું હતું કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ રૂપી સેમીનાર મિલ્ક અવરનેસ કેમ્પેઇનનું આયોજન કોલેજ સ્ટુડન્ટ માટે થવું જોઈએ. તેઓએ જણાવ્યું હતું કે પશુપાલન તેમજ ડેરી સાયન્સ એ બંને સંલગ્ન સંસ્થાઓ છે જેઓ દૂધ સંપાદન, પ્રોસેસિંગ, પશુ આરોગ્ય સંભારનું સંયુક્ત રીતે કામ કરી રહી છે અને ભારતના દરેક ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડી રહેલ સેમિનારમાં એક્સપર્ટ એડવાઇઝર તરીકે ડૉ. જે.બી. પ્રજાપતિ તેમજ ડૉ.કે.ડી.અપરનાથી હાજર રહ્યા હતા. ડૉ.કે.ડી.અપરનાથી તેમના વિસ્તૃત પ્રવચનમાં દૂધના કમ્પોનન્ટ્સ વિવિધ જેવા કે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ તેમજ મિનરલ્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે વનસ્પતિ જન્ય દૂધ અને પ્રાણી જન્ય દૂધમાં શું ફેર હોય છે અને તેઓએ સરળ ભાષામાં સમજી શકાય તેવા ઉદાહરણો આપી અને દરેક સ્ટુડન્ટને સરળતાથી સમજાવ્યું હતું. તેઓએ સાથે સાથે વનસ્પતિ જન્ય દૂધથી આરોગ્ય ઉપર થતી માઠી અસર વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આજકાલ બજારમાં ચાલતા એ વન એ ટુ પ્રોટીન વિશે પણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તે માત્ર વેચાણ કરવા માટેનું એક અભિગમ છે ભારતના દરેક પશુ જેવી કે ભેંસ અને ગાયમાં દરેક દૂધ એ ટુ યુક્ત હોય છે જેની આરોગ્ય ઉપર ગણિત સારી અસર હોય છે. આજકાલ બજારમાં ચાલતા એ-વન. એ- ટુ પ્રોટીન વિશે પણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તે માત્ર વેચાણ કરવા માટેનું એક અભિગમ છે. ભારતના દરેક પશુ જેવી કે ભેંસ અને ગાયમાં દરેક દૂધ એ-ટુ યુક્ત હોય છે જેની આરોગ્ય ઉપર ગણિત સારી અસર હોય છે.
ડૉ. જે. બી. પ્રજાપતિ, આઈડીએ વેસ્ટ જોનના ચેરમેને તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભગવાન ક્રિષ્ના એ ડેરીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ૫૦૦૦ વર્ષ જૂનો આ ઉદ્યોગ છે તેમજ તેઓએ ઘણા શાસ્ત્રોના શ્લોક વિશે ચર્ચા કરી તેમાં પણ દૂધનું મહત્વ આરોગ્ય ઉપર શું છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમને તેમના પ્રવચનમાં પ્રોબેટીક વિશે પણ ઊંડાણપૂર્વક જણાવ્યું હતું અને કોલેજના દરેક સ્ટુડન્ટ સમજી શકે તે ભાષામાં ઉદાહરણ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આઈડીએ બિલ કવરને સ્કેમ્પિંગ વેસ્ટ ઇન્ડિયામાં આવેલ પાંચ રાજ્યોમાં આ તરીકેનું કેમ્પેન ચલાવવામાં આવશે. તેમના પ્રવચનમાં ફોકસ એ હતું કે દૂધ અને ડેરી ઉત્પાદનો જીવનશૈલીના રોગો જેવા કે હાયપરટેન્શન, ડાયાબિટીસ, સ્થૂળતા વગેરેના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તેમણે લાખો સહભાગીઓને સંડોવતા મોટા પાયે અભ્યાસના ઉદાહરણો આપ્યા જે દર્શાવે છે કે દૂધનું સેવન કરતી વસ્તીમાં કોઈપણ રોગથી મૃત્યુદર ઓછો છે. એક્સપર્ટના લેક્ચર બાદ સ્ટુડન્ટ્સ દ્વારા ઘણા પ્રશ્નોનો ઉત્તર પણ એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલ હતા. ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ તરીકે પ્રોમ્પ્ટ પ્રાઇવેટ લિમિટેડ, ક્રાફ્ટમેન ઓટોમેશન દ્વારા પણ ખૂબ જ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. ડૉ.અમિત પટેલ, પ્રોફેસર ડેરી સાયન્સ કોલેજ દ્વારા પ્રોગ્રામની પુર્ણાહતી તેમજ આભાર વિધિ કરવામાં આવેલ હતી.

સંકલન: કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: