Friday, 28 June 2024

વાલ્મિકી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

SHARE
વાલ્મિકી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો



    પેટલાદની વાલ્મિકી પ્રાથમિક શાળામાં તારીખ 26..6..24. ને ગુરુવારના રોજ આણંદ જિલ્લા નાયબ કલેકટર નિલાક્ષ મકવાણા જમીન સંપાદન વિભાગ, સાહેબના અધ્યક્ષસ્થાનમાં અને લાઈઝન અધિકારી મનહરભાઈ વાઘેલાના સાનિધ્યમાં બાળવાટિકા, આંગણવાડી તેમજ ધોરણ.1નાં બાળકોને કુમકુમ તિલક, ચોકલેટ તેમજ દફતરનીકીટ અર્પણ કરવામાં આવી.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય રતનબેન તેમજ જીગ્નેશભાઈ અને રોશનીબેન માર્ગદર્શન હેઠળ કુમારી હિરલ અને કુમારી ક્રિષ્ના અને પાર્થ દ્વારા કરવામાં આવ્યું. રોશનીબેન દ્વારા પ્રાર્થના તૈયાર કરવામાં આવી...સાહેબશ્રી દ્વારા બાળકોને બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે માટે જાગૃત કરવામાં આવ્યાં... પ્રવેશપાત્ર બાળકોને આશીર્વાદિત કરવામાં આવ્યાં.. અંતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરી, પરિસરની મુલાકાત કરી.. Smc સભ્યો દ્વારા શાળાના પડકારરૂપી પ્રશ્નો અને પડતી મુશ્કેલી અંગે વાકેફ કરવામાં આવ્યા. અંતમાં આભાર દર્શન શાળાનાં શિક્ષક  રતનબેન દ્વારા કરવામાં આવ્યું.

સંકલન:-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: