ચારૂતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે “શ્રી રામોત્સવ યાત્રા” યોજાઈ
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે “શ્રી રામોત્સવ યાત્રા” યોજાઈ હતી. દેશભરમાં લોકો અયોધ્યામાં થતાં ભગવાન શ્રી રામનાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહની અલગ અલગ રીતે ઊજવણી કરી રહ્યા છે.ત્યારે સીવીએમ યુનિવર્સિટી પરીવાર દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવાં “શ્રી રામોત્સવ યાત્રા” નું આયોજન કરાયું હતું. આ યાત્રા સવારે 9:30 કલાકે સીવીએમ યુનિવર્સિટીથી લઈને ચારૂતર વિદ્યામંડળ, મોટા બજાર, ભાઈકાકા સ્ટેચ્યુ, નલિની કોલેજ અને અંતે સીવીએમ યુનિવર્સિટી પરત ફરી હતી. રામભક્તિનાં રંગમાં રંગાયેલા યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલ, અધ્યાપકો, વિધાર્થીઓ, કર્મચારીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર શ્રી રામનાં નારાઓ અને ભગવા રંગના ધ્વજ સાથે યાત્રાનો લાભ લીધો હતો. ન્યુ વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા પણ રથ યાત્રા યોજાઈ હતી જે ADIT કોલેજથી શરૂ કરવામાં આવી હતી. આ ભવ્ય રથયાત્રામા સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઇ પટેલ, જોઇન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ,મંત્રી વિશાલ પટેલ, પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની, ન્યુ રજીસ્ટ્રાર ડો.દર્શક દેસાઈ જોડાયા હતાં. કાર્યક્રમના અંતે શાસ્ત્રી મેદાનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેગા થઈને ગરબા રમ્યા હતા.
સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
0 comments: