Friday, 19 January 2024

ગુજરાતમાંથી ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંલગ્ન સેમકોમ કોલેજની વિધાર્થિની વૈદેહી જયવર ગોહેલની પસંદગી કરવામાં આવી

SHARE
ગુજરાતમાંથી ચારુતર  વિદ્યામંડળ યુનિવર્સિટી સંલગ્ન સેમકોમ કોલેજની વિધાર્થિની વૈદેહી જયવર ગોહેલની પસંદગી કરવામાં આવી


નેપાળમાં તારીખ 5 માર્ચથી 16 માર્ચ 2024 દરમ્યાન મહાશિવરાત્રી અને નેપાળી આર્મી દિવસ 2024 ની ઉજવણી માટે "યુથ એક્સચેન્જ પ્રોગ્રામ" કરવામાં આવી રહ્યો છે. જેમાં એન.સી.સી.ના 2 એસોસિયેશન અને 16 કેન્ડીડેટસની પસંદગી કરવામા આવી છે. જેના ભાગ રૂપે  ભારતના અલગ અલગ રાજ્યોમાંથી એન.સી.સી. કેન્ડીડેટસની પસંદગી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાંથી ચારુતર  વિદ્યામંડળ યુનિવર્સિટી સંલગ્ન સેમકોમ કોલેજની વિધાર્થિની વૈદેહી જયવર ગોહેલની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગ વૈદેહીના પરિવાર તથા ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી અને સેમકોમ કોલેજ માટે ગૌરવની બાબત છે. વૈદેહી જેવી તેજસ્વી વિદ્યાર્થીનીની પસંદગી થવા બાબતે સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ  ભીખુભાઇ પટેલ, જોઇન્ટ સેક્રેટરી  મેહુલભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. હિમાંશુ સોની, ન્યુ રજીસ્ટ્રાર ડો.દર્શક દેસાઈ, શ્રીમતી અજ્ઞનેશ્વરી અઢીયા, સેમકોમ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. પ્રીતિ લુહાના, ડો.દિપલ પટેલ,  મૌલિન પંજાબી જેવાં હોદેદારો વિધાર્થિનીને પ્રોત્સાહન પુરું પાડવા તથા શુભેચ્છા પાઠવવા હાજર રહ્યાં હતા.

સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો:-9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: