Friday, 5 January 2024

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત સીવીમ યુનિવર્સિટી દ્વારા પાંચ-દિવસીય કાર્યક્રમ ‘જ્ઞાનોત્સવ ૨૦૨૪’

SHARE
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત સીવીમ  યુનિવર્સિટી દ્વારા પાંચ-દિવસીય કાર્યક્રમ ‘જ્ઞાનોત્સવ ૨૦૨૪’
 ચોથા દિવસે પણ જ્ઞાનોત્સવ 2024માં મુલાકાતીઓનો ભારે ધસારો  
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત સીવીમ  યુનિવર્સિટી દ્વારા પાંચ-દિવસીય કાર્યક્રમ ‘જ્ઞાનોત્સવ ૨૦૨૪’માં GCET  અને ADITની IDEA લેબની સુવિધાઓનું અન્વેષણ કરીને સક્રિય સજ્જતા  દર્શાવી છે. જેમાં લેબના સાધનો અને વસ્તુઓની કામગીરી દર્શાવી છે.  3D પ્રિન્ટર, મગ અને ટી-શર્ટ પ્રિન્ટીંગ મશીનો, IDEA લેબના વિવિધ સાધનોની મદદથી તૈયાર કરાયેલા મોડેલો વગેરે રજુ કરવામાં આવ્યા છે. એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થિઓની મહેનતનો રંગ તેમના પ્રદર્શનમાં  દેખાઈ આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્ઞાનોત્સવ 2024 દરમિયાન 10,000થી વધુ વિદ્યાર્થીઓ IDEA લેબ સુવિધાઓનું અન્વેષણ કરશે.
આદિત્ય દર્શન સોલાર ઓબસર્વેશનનું આયોજન પ્લાઝમા સંશોધન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. H-alpha ફિલ્ટર સાથેનું ટેલિસ્કોપ શાસ્ત્રી મેદાનમાં લગાવવામાં આવ્યું હતું. 1500 થી વધુ વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકોએ સૂર્ય અને તેની વિશેષતાઓ જેવી કે સન સ્પોટ, સોલાર ફ્લેર્સ, સોલર ફિલામેન્ટ જોવાનો લાભ લીધો છે. વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન સંચારકર્તાઓની ટીમે ખૂબ જ ઉત્સાહ સાથે તમામ વિગતો સમજાવી.  પ્રો. રવિ કુમાર, હેડ, આઉટરીચ ડિવિઝન, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. જ્ઞાનોત્સવ 2.0 ના ત્રીજા દિવસે 4 જાન્યુઆરી, 2024 ના રોજ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ જ્ઞાનોત્સવ 2024માં પ્રોડક્ટ ઝોન જેવો નવો ઝોન ઉમેરવામાં આવ્યો છે. આ ઝોનનો હેતુ સીવીએમયુની વિવિધ ઘટક કોલેજોના વિદ્યાર્થીઓનો ઉદ્યોગસાહસ વધારવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. પ્રોડક્ટ ઝોન હેઠળ CVMUની 10 અલગ-અલગ ઘટક કોલેજોની કુલ 21 ટીમો ભાગ લઈ રહી છે.  જેમાં 63 સહભાગીઓ છે.  પ્રોડક્ટ ઝોનમાં પ્રદર્શિત થતી વિવિધ વસ્તુઓ જેવી કે જ્વેલરી, એસેસરીઝ, ફર્નિચર ક્લિનિંગ સ્પ્રે, ઓર્ગેનિક ફૂડ પેકેટ, પોલરોઈડ ફ્રેમ્સ, કી ચેઈન, ફોટા ફ્રેમ, હોમમેઇડ ચોકલેટ, આયુર્વેદિક ચવનપ્રાશ, માંજા, સ્કેચ આર્ટ, ટેટુ મેકિંગ તથા ચીઝ કેક અને ડોનટ્સ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.  6 જાન્યુઆરીના રોજ જ્ઞાનોત્સવ 2024 પૂર્ણાહુતિ તરફ જશે. આ જ્ઞાનોત્સવનો લાભ ચરોતર પંથકના લોકોએ લીધો, સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓએ એની જ્ઞાનાત્મક પ્રેરણા માટે મુલાકાત લીધી. 

સંકલન-કલ્પેશ પટેલ, કાજલ કંડોરીયા,વિધાનગર
મો-9879407774,9979407774
SHARE

Author: verified_user

0 comments: