ઇલસાસ કોલેજ કેમ્પસમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી
ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય અભિવાદન જીવંત થયું
આજે 26મી જાન્યુઆરીની ઉજવણી ILSASS કોલેજ કેમ્પસમાં ગર્વ અને દેશભક્તિના વાતાવરણમાં કરવામાં આવી હતી. સવારથી જ કેમ્પસના વાતાવરણમાં દેશભક્તિના ગીતોનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને રાષ્ટ્રગીત સાથે વિદ્યાર્થીઓ ધ્વજને સલામી આપવા સજાગ બન્યા હતા.
કોલેજના આચાર્યા ડૉ. અર્ચના સી એન દ્વારા આપેલ ઉત્તમ વક્તવ્ય બાદ તમામ વિદ્યાર્થીઓ એકસાથે ઉભા થઈ ધ્વજને સલામી આપવા તૈયાર થયા. ધ્વજારોહણ સમયે રાષ્ટ્રગીત તથા "વંદે માતરમ!" ની ગુંજ સાથે ભારતીય ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
મોટી સંખ્યામાં જોડાઈને વિદ્યાર્થીઓએ ધ્વજ સાથે પોતાની રાષ્ટ્ર પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી અને દેશ માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો.
આ ધ્વજ ફરકાવાથી કોલેજ કેમ્પસમાં રાષ્ટ્રવાદની ભાવના વધી અને વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેની તેમની જવાબદારી પ્રત્યે પ્રેરણા મળી.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
0 comments: