Monday, 11 December 2023

કોકીલાબેન પટેલ રંગમંચના ઉદ્ઘાટન નિમિત્તે નિર્મળદાન ગઢવીનો યોજાયો ડાયરો

SHARE
કોકીલાબેન પટેલ રંગમંચના ઉદ્ઘાટન નિમિત્તે નિર્મળદાન ગઢવીનો યોજાયો ડાયરો

સોજીત્રા ધારાસભ્ય  વિપુલભાઈ પટેલ, તારક મહેતાના ઉલટા ચશ્માંના કલાકાર મયુર વાંકાણિ, આરતી પટેલ, રંગમંચના દાતા મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા


આણંદ:તા-૧૧,આણંદ  જિલ્લાના સોજીત્રા ગામે એમ.એમ.પટેલ હાઈસ્કુલ ખાતે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો.
જેમાં લોકસાહિત્યની હરતી ફરતી યુનિવર્સિટી કહી શકાય એવા કલાકાર ડો.નિર્મળદાન ગઢવી, ધારાસભ્ય  વિપુલભાઈ પટેલ, તારક મહેતાના ઉલટા ચશ્માંના કલાકાર મયુર વાંકાણિ, આરતી પટેલ, રંગમંચના દાતા મહેન્દ્રભાઈ પટેલ, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, ભગિની સંસ્થાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કલાકાર નિર્મળદાન ગઢવીએ ગુજરાતી લોકસાહિત્ય, હાસ્ય અને લોકગીતો દ્વારા હજારો લોકોને મોજ કરાવી હતી. ગુજરાતની સંસ્કૃતિ અને ધરોહરની રક્ષા કરનાર લોકડાયરાના કલાકાર નિર્મળદાન ગઢવીને બિરદાવતા ધારાસભ્યશ્રીએ પ્રાસાદિક તલવારથી સન્માન કર્યું હતું.

સંકલન: કલ્પેશ પટેલ,આણંદ
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: