કપડવંજ તાલુકાના ચિખલોડ ગામે ભાથીજી મહારાજ ના મોસાળમાં દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરાયું
કપડવંજ તાલુકાના ચિખલોડ ગામમાં ઘણા ઇતિહાસ ધરાવતું ગામ છે જેને ભાથીજી મહારાજ નું મોસાળ પણ કહેવાય છે , ચિખલોડ ગામ માં દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ સર્વે સમાજ, સર્વે ગ્રામજનો દ્વારા દ્વિતીય દશેરા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ સારી સંખ્યા માં ગ્રામ જનો હાજર રહ્યા હતા , ચિખલોડ ગામમાં ભાથીજી મહારાજ ના બે મંદિર આવેલા છે, ભાથીજી મહારાજ ના મંદિર થી દાદા ની ધજા લયને શોભા યાત્રા કાઢી હતી અને ગામ માં ફરીને ભાથીજી મહારાજ ના બીજા મંદિરે હવન પૂજા અને આરતી કરવામાં આવી હતી , જ્યારે ભાથીજી મહારાજ ના પહેલા મંદિરે શોભા યાત્રા લય જવા માં આવી હતી, આ મંદિરે શસ્ત્ર પૂજન, આરતી , હવન પૂજા કરીને ધજા ચઢાવી ને પ્રસાદ તેમજ દા.તા, શ્રી દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજન ના કાર્યક્રમ ને ખૂબ સારી રીતે પૂર્ણ કરવા માં આવ્યો હતો.
સંકલન-સુરેશ પરમાર,ચિખલોડ
0 comments: