સીવીએમ યુનિવર્સિટી દ્વારા શરદોત્સવ ઉજવાયો
સીવીએમ યુનિવર્સિટી દ્વારા યોજીત ‘યુગાંતર’ યુવા મહોત્સવની ૨૮મી તારીખ અને ચોથા દિવસની મોડી સાંજે સીવીએમ પરિવાર દ્વારા શરદ-પુર્ણિમા નિમિત્તે ‘શરદોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાના લોકપ્રિય અને કોકિલકંઠી ગાયિકા એવા પ્રાપ્તિબહેન મહેતાના સૂરોમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા. સાથે મહા-આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદ જિલ્લાના રાજકીય અગ્રણી અને લોકસભા સાંસદ મીતેષભાઈ પટેલ, રેન્જ પોલીસ અધિકારી આઈજી પ્રેમવીરસિંહ અને અન્ય શૈક્ષણિક સંસ્થાના સુકાનીઓએ, સામાજિક સંસ્થાના અગ્રણીઓએ હાજરી આપી હતી. અંદાજિત આઠથી દશ હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા સીવીએમ યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટીય સ્ટાફે ગરબાની મોજ માણી હતી.
આ ગરબા કાર્યક્રમમાં ચારુતર વિદ્યા મંડળ અને ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી (CVMU) ના જુદા જુદા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલ, સેક્રેટરી એસ. જી. પટેલ, માનદ સહમંત્રીઓ આર. સી. તલાટી, મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, યુનિવર્સિટી પ્રોવોસ્ટ હિમાંશુ સોની ઉપસ્થિત રહીને આ ગરબાનો આનંદ લીધો હતો. સાથે મંડળ અને યુનિવર્સિટીના વિવિધ હોદ્દેદારો, કર્મચારીઓ, CVMUના ઘટક કોલેજના આચાર્યો અને અદ્યાપકો વગેરે આ દરમ્યાન હાજરી આપી હતી.
કોમલ કુમાવત ,કાજલ કંડોરિયા,કલ્પેશ પટેલ,વિધાનગર
0 comments: