ગોકુલધામ, નારના આંગણે તેજ અને ભક્તિનો તહેવાર શરદોત્સવ ઉજવાયો
આજ શરદ પૂનમનો ચાંદો રે, અતિશે શોભે આકાશે...
કવિ સમ્રાટ બ્રહ્રમાનંદ સ્વામીના પદોની રમઝટ
સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંવર્ધનના દીવાદાંડી એવા ગોકુલધામ, નારમાં તા. ૨૮/૧૦/૨૦૨૩ ના રોજ શરદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શરદ પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર આકાશમાં તેજસ્વી રીતે ચમકે છે, વિશ્વને તેના આકાશી ચાંદનીથી પ્રકાશિત કરે છે. ચંદ્રમાંના શીતળ પ્રકાશમાં ગોકુલધામમાં પરંપરાગત પોશાકમાં સજ્જ વિધાર્થીઓ, વાલીઓ, આમંત્રિત મહેમાનો, મણીપુરના ઋષિકુમારો અને ગોકુલધામ પરીવારના સૌ સભ્યો મન મૂકી ને રાસ રમ્યા હતા. હિંદુ કેલેન્ડર મુજબ આસો સુદ પૂનમના દિવસે શરદોત્સવનો આનંદ આપણો સૌ માણતા હોઈએ છીએ. આ દિવસે માનવામાં આવે છે કે ચંદ્ર પૃથ્વી પર તેની ઠંડક અને શાંત પ્રકાશ વરસાવે છે, જે સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી લાવે છે. શરદોત્સવનો પ્રાંરભ પૂ. ગુરૂ મોહનપ્રસાદદાસજી સ્વામીના આર્શિવાદથી થયો હતો. આ પ્રસંગે તારાપુર કેળવણી મંડળના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. પૂ. હરિકૃષ્ણદાસજી સ્વામીએ આપેલા સંદેશમાં વિદ્યાર્થીઓને ભક્તિ અને આધ્યાત્મિકતાના વારસાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. હરિકૃષ્ણભાઈ પેટલાદવાળાનાં સુંમધુર કંઠે શરદોત્સવના રાસમાં ચારચાંદ લાગ્યા હતા. રાસોત્સવ માં શ્રેષ્ઠ પરિધાન અને શ્રેષ્ઠ ખેલૈયા ને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પૂ.શુકદેવપ્રસાદદાસજી સ્વામી, પૂ.હરિકેશવદાસજી સ્વામી તથા, પૂ.જનમંગલદાસજી સ્વામીએ સર્વને શરદ પૂર્ણિમા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. અને અંતમાં સર્વે દૂધ-પૌહાનો પ્રસાદ લઈને શરદોત્સવનો આનંદ માણયો હતો.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
9979407774
0 comments: