યુગાંતર એટ્લે સૂરીલો સરગમ
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી : યુથ ફેસ્ટીવલ યુગાંતર – 2023ના ચોથા દિવસે વિવિધ સ્પર્ધાઓ અને શરદોત્સવ યોજાયાં
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી : યુથ ફેસ્ટીવલ યુગાંતર – 2023ના ચોથા દિવસે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
યુગાંતર – યુવા મહોત્સવના ચોથા દિવસે “શિક્ષણ અને સાક્ષરતા” પર ઇલોક્યુશનની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ કોલેજોના ૧૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવાની સાથે વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારની પ્રતિભા વિકસે છે. જેમકે સ્ટેજ ફીયર દૂર થાય છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. યુવાઓમાં નવીન વિચારો વિકસે છે. આ વિચારોને વ્યક્ત કરવા માટે સીવીએમ યુનિવર્સિટી દ્વારા પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવે છે. આ સાથે સંગીતની અલગ અલગ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. સ્પર્ધાનો ઉદ્દેશ કઈક આવો હતો -જયારે માણસનું મન ઉદાસ હોય, ચિંતામાં હોય કે મનને આરામ આપવો હોય ત્યારે તે સંગીતનો સહારો લે છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો સંગીત એ થેરાપીનું કામ કરે છે. સંગીત એ શક્તિશાળી ભાવનાત્મક ઉત્તેજક છે. સંગીત આપણા માટે ખુશી, ઉત્સાહ, ઉદાસી અને દુખ વ્યક્ત કરવાનું પ્રતિક છે. કહેવાય છે કે સંગીતની કોઈ ભાષા નથી હોતી. આ અંતર્ગત યુગાંતરમાં સંગીત સાધન સાથે યોજાયેલી સ્પર્ધા જેવી કે ‘લાઇટ વોકલ’માં ૧૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, ‘વેસ્ટર્ન વોકલ’ સ્પર્ધામાં ૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, ‘ગ્રુપ સોંગ’ ઇંડિયનમાં ૮ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પેટ્રિયોટિક સોંગ, કલ્ચરલ સોંગ, રિજનલ સોંગ વગેરે દ્વારા સ્પર્ધકોએ ધૂમ મચાવી હતી. ‘ગ્રુપ સોંગ વેસ્ટર્ન’માં ૫ ટીમોએ ભાગ લીધો હતો. વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટની સ્પર્ધામાં ૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આમ, ‘યુગાંતર’ના ચોથા દિવસે કુલ ૭૧ જેટલી વિવિધ વ્યક્તિગત અને ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડી સાંજે સીવીએમ પરિવાર દ્વારા શરદ-પુર્ણિમા નિમિત્તે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાના લોકપ્રિય અને કોકિલકંઠી ગાયિકા એવા પ્રાપ્તિબહેન મહેતાના સૂરોમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા.
યુગાંતરના છેલ્લા દિવસે તા. ૨૯ ઓક્ટોબર, રવિવારની સાંજે લોકનૃત્ય (ફોક-ડાન્સ)ની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે જાણીતા ગુજરાતી કલાકાર અને અભિનેતા શ્રી પ્રતિક ગાંધી ઉપસ્થિત રહેશે. વિશેષ ઉપસ્થિતિમાં જાણીતા દિગ્દર્શક શ્રી મનોજ શાહ હાજર રહેશે. આ પ્રસંગે સમગ્ર યુગાંતર –યુવા મહોત્સવના વિજેતાઓના નામ ઘોષિત કરવામાં આવશે અને વિજેતાઓને ટ્રોફી દ્વારા સન્માનીત કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે ૯.૦૦ કલાકે શ્રી પ્રતિક ગાંધી અભિનીત ‘મોહનનો મસાલો’ નાટક પ્રસ્તુત કરી દર્શકોને મનોરંજન પૂરું પાડશે.
સંકલન-કોમલ કુમાવત ,કાજલ કંડોરિયા,કલ્પેશ પટેલ,વિધાનગર
મો-9879407774,
9979407774
0 comments: