યુગાંતર’ એટ્લે સીવીએમ યુનિવર્સિટીના મુકુટનું મોરપિચ્છ
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી : યુથ ફેસ્ટીવલ યુગાંતર – 2023ના ત્રીજા દિવસે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી : યુથ ફેસ્ટીવલ યુગાંતર – 2023ના ત્રીજા દિવસે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. યુગાંતર - યુવા મહોત્સવ એ યુવાનો માટે નવા લોકોને મળવા અને મિત્રો બનાવવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. યુગાંતર યુવાન લોકો માટે તેમની રુચિઓ શેર કરતા અન્ય લોકો સાથે જોડાવાનો માર્ગ પણ બને છે. આ પ્રસંગ યુવા મહોત્સવ વિવિધ શૈક્ષણિક તકો પ્રદાન કરે છે, જેમ કે પ્રસ્તુતિઓ અને પ્રદર્શન. આ તકો યુવાનોને નવી કુશળતા અને જ્ઞાન શીખવામાં મદદ કરે છે. યુવાનો માટે પોતાને અને તેમની સર્જનાત્મકતાને વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ બને છે. યુવાનો માટે કલા અને અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપો વિશે શીખવાનો માર્ગ પણ બની શકે છે. યુવાનોમાં સમુદાયની ભાવના કેળવવામાં મદદ કરે છે, તેમના સ્થાનિક સમુદાય સાથે જોડાવાનો માર્ગ પણ બને છે. એવા ઉદ્દેશ સાથે ચારુતર વિદ્યામંડળ અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા આયોજિત યુગાંતર-૨૦૨૩નું આયોજન થયું છે.
યુગાંતર – યુવા મહોત્સવના ત્રીજા દિવસે ૧૬ ઘટક કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં ૯ ટીમ દ્વારા ‘હાઇ હાઇ’, ‘પૃથ્વીયાન’, ‘ઔરત’, ‘કોમનમેન’, ‘એવરી ડોન્કી હેસ અ ડે’ ‘વાઇ વાઇ’ ‘કૃષ્ણ-સુદામા’ તથા ‘જંગલબુક વ્યંગ’ વગેરે થીમ પર સ્કીટ્સ રજૂ થઈ હતી.
‘માઇમ’માં ૮ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ રસપ્રદ વિષયો જેવા કે, ‘ગંગા’, ‘ટેરા ઓલિમ્પિક’, ‘વૃદ્ધાશ્રમ’ ‘સેવ ચાઇલ્ડ’,‘સેવ ગર્લ ચાઇલ્ડ’, ’સંસ્કૃતિ’, ‘સમ્રાટ અશોક’, AI અવતાર’ જેવા પરંપરાગત અને વર્તમાન સમયના વિષયો પર અભિનય રજૂ કર્યો હતો. ત્યારબાદ પર્સનાલિટી કોન્ટેસ્ટ અંતર્ગત કુલ ૧૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે ફેશન શૉ સ્પર્ધામાં ૧૧ જેટલી ટીમોએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ ઉપરાંત ફાઇનલ ક્વિઝની સ્પર્ધામાં ૬ ટિમ સ્પર્ધકો વચ્ચે જંગ જામ્યો હતો. હાસ્ય દ્વારા મનોરંજન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલી ‘મિમિક્રી સ્પર્ધા’માં કુલ ૧૯ સ્પર્ધકો મેદાનમાં ઉતર્યા હતા॰ પોએટ્રી રેસિટેશન સ્પર્ધામાં કુલ ૧૨ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ પોતાની સર્જનાત્મક શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ જ દિવસે ‘શોર્ટ ફિલ્મ’ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી,જેની અંદર ૧. પાણી- જળ -નીર -વોટર ૨. વસુધૈવ કુટુંબમ ૩. મુઠ્ઠીમાં આકાશ ( આત્મનિર્ભર ) જેવી થીમ પહેલેથી જ આપવામાં આવી હતી. રંગોળીમાં ૧૩ સ્પર્ધક, ઈન્સ્ટોલેસનમાં ૯ સ્પર્ધક, મહેંદીમાં ૧૫ સ્પર્ધકે ભાગ લીધો, આમ, ‘યુગાંતર’ના ત્રીજા દિવસે કુલ ૯૬ જેટલી વિવિધ વ્યક્તિગત અને ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
સંકલન-કોમલ કુમાવત ,કાજલ કંડોરિયા,કલ્પેશ પટેલ,વિધાનગર
9879407774
9979407774
0 comments: