અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સમ્માન સાથે વીર શહીદ મહિપાલસિંહ વાળાને વિદાય આપવામાં આવી.
જીએનએ અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન અમદાવાદના મહિપાલસિંહ વાળાને તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ વીર શહિદના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઇ પરમાર, જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિત ધારાસભ્યશ્રીઓએ તેમજ સ્વામીનારાયણ વિધાધામ હાથીજણના.પ.પૂ.શ્રીજીસ્વામી ઉપસ્થિત રહીને વીર શહીદને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના મૂળ વતની મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં વીરગતિ પામ્યા છે. શહીદના નિવાસસ્થાને રાષ્ટ્રીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
શહીદયાત્રામાં વિરાટનગર-ઓઢવ ખાતે ઉપસ્થિત પ્રચંડ જનમેદનીએ શહીદને યથોચિત વિદાય આપી હતી
સંકલન:જી એન એ,કલ્પેશ પટેલ,અમદાવાદ
મો-9879407774
0 comments: