સ્પેકમાં એન.સી.સી. સેલ દ્વારા “ઓબસ્ટેકલ ટ્રેનીંગ” ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલમાં “ઓબસ્ટેકલ ટ્રેનીંગ” ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથીવિશેષ તરીકે યોગેશભાઈ પટેલ (એમ.એલ.એ., આણંદ જીલ્લા), પ્રોફેસર ડો. નિરંજન પી. પટેલ (કુલપતિશ્રી, સરદાર પટેલ યુનિવર્સીટી, વિદ્યાનગર), કર્નલ સુદીપ સિંઘ (ડેપ્યુટી કમાન્ડર, એન.સી.સી. ગ્રુપ, હેડ ક્વાર્ટર, વિદ્યાનગર), ડો. ભાઇલાલભાઇ પટેલ (રજીસ્ટ્રાર, સરદાર પટેલ યુનિવર્સીટી, વિદ્યાનગર), એન.સી.સી. ઓફિસર્સ, આણંદ –વિદ્યાનગર ની કોલેજોના એ.એન.ઓ., સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ, ફોરમ પટેલ (કેમ્પસ કોઓર્ડીનેટર),વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓને એન.સી.સી નું શું મહત્વ છે તેમજ એન.સી.સી. કેડેટ્સ ને અપાતી વિવિધ સ્પેશ્યલ ટ્રેનીંગ જેમાં ઓબસ્ટેકલ પણ એક એન.સી.સી.માં મહત્વનો ભાગ છે, જેનાથી તેમની શારીરિક ક્ષમતા, મનોબળ અને એકતાના ગુણ નો વિકાસ થાય છે આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ પ્રકારની ટ્રેનીંગનું સેન્ટર આખા આણંદ જીલ્લામાં કાર્યરત નથી એવું એક ટ્રેનીંગ સેન્ટર સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આકાર લીધેલ છે જેથી એન.સી.સી. કેડેટ્સને ભણતર સાથે ગણતર એવા પ્રેક્ટીકલ જ્ઞાન સાથે એજ્યુકેશન મળી શકે. આ ઉપરોક્ત કાર્યક્રમનને સફળ બનાવવા માટે લેફ્ટનન્ટ ડો. ઇના રાવલ અને ૪ ગુજરાત બટાલિયન- એન.સી.સી. વિદ્યાનગર એ મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના ચેરમન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રી જૈમીન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તેમજ કોલેજોના આચાર્યશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: