કપડવંજ તાલુકાના ચિખલોડ ગામમાં ૭૭ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગ્રામ પંચાયત, શ્રીમતિ એસ આઈ પટેલ ઇફ્કો વાળા હાઇસ્કુલ અને પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કરવામાં આવ્યું.
સ્વતંત્ર પર્વ નિમિત્તે ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ને મંગળવાર ના દિવસે તિરંગા રેલી યોજી જેમાં NCC ના વિદ્યાર્થીઓ પોલીસ મિત્રો હાજર રહ્યા હતા, ચિખલોડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ પ્રેમિલા બેન રાઠોડ દ્વારા ધ્વજ ફરકાવવા માં આવ્યો હતો, શ્રીમતિ એસ આઈ પટેલ ઇફ્કો વાળા હાઇસ્કુલ માં ઘનશ્યામ ભાઈ પટેલ ના હસ્તે ધ્વજ ફરકાવવા માં આવ્યો , અને પ્રાથમિક શાળામાં ડેપ્યુટી સરપંચ કિંજલ બેન પટેલ ના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી હતી દેશ ભક્તિ ના ગીતો ગુણગાન શાળા ની બાલિકાઓ દ્વારા ગાવા માં આવ્યા હતા. જેમાં શિક્ષક ઘણ આચાર્ય શ્રી અનુપસિંહ તેમજ ઉદેસિંહ ડાભી , દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ સેવા સહકારી મંડળી ના સ્ટાફ ઘણ અને ગ્રામજનો ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ધોરણ ૧ થી ૧૦ માં ૧ થી ૩ નંબર લાવનાર વિદ્યાર્થીઓ ને ગામના નાગરિક પ્રવિણભાઈ પંચાલ ભાઈ દ્વારા સ્કૂલ બેગ ચોપડા રબર પેન્સિલ કીટ આપવામાં આવી હતી, ધોરણ ૧૦ માં ૭૦ ટકા થી વધારે ટકાવારી લાવનાર વિદ્યાર્થીઓ ને સુરેશભાઈ પરમાર દ્વારા ગિફ્ટ આપવા આવી હતી, તેમજ ગમનાજ નાગરિક હાલ બરોડા ખાતે રહેછે તેઓ દ્વારા પણ દર વર્ષે ધોરણ ૧૦ માં ૧ થી ૩ નંબર લાવનાર ને ઇનામ આપવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓ ને ભોજન આપવામાં આવ્યું હતુ. ખુબજ સારી રીતે ૧૫ ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર સુરેશભાઈ પરમાર ,ચિખલોડ
0 comments: