Tuesday, 26 September 2023

ગોકુલધામ નાર માં ભારતીય અને વિદેશી સંસ્કૃતિ નો સમન્વય ગણેશ વિસર્જન માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું

SHARE
ગોકુલધામ નાર માં ભારતીય અને વિદેશી સંસ્કૃતિ નો સમન્વય ગણેશ વિસર્જન માં આકર્ષણ નું  કેન્દ્ર બન્યું 

   આણંદ: ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ, નારની સ્કૂલમાં ગણપતિ વિસર્જનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલમાં ઉપસ્થિત વિદેશથી પધારેલા વોલેન્ટીયર એલીઝાબેથ(ફ્રાન્સ). ગોઝ્ડે(યુ.કે.), જયા બત્રા(યુ.એસ.એ), વી-ટંગ(ઓસ્ટ્રેલિયા), સર્જિયો અને નાયેઈ (ચિલી) તથા કમેરયેન (યુ.એસ.એ) ગણેશ વિસર્જનમાં મન મૂકીને ઝૂમ્યા હતા.  વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક ગણેશ ઉત્સવમાં ભાગ લઇને ડી.જે. ના તાલે વાજતે-ગાજતે ગણેશજીને  વિદાઈ આપી હતી. આ પ્રસંગે કેમ્પસ ડાયરેકટર  મનુભાઈ રાઠોડ, એજ્યુકેશન ડાયરેકટર  મિલિન્દ પટેલ, આચાર્યશ્રી કૌમેય ભાવસાર અને સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ શ્રીમતી કાનલ શર્માએ ગણેશજીની આરતીમાં હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો.  વિદેશમાં સત્સંગ યાત્રાએ ગયેલા સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા પ્. પૂ. શુકદેવપ્રસાદ દાસજી સ્વામી, પ્. પૂ. હરિકેશવદાસજી સ્વામી ,પ્.પૂ. હરિકૃષ્ણદાસજી સ્વામી, પ્.પૂ.જનમંગલદાસજી સ્વામી તથા ગણેશ ઉત્સવના યજમાન શ્રી પીનેશભાઈ પટેલ (યુ.એસ.એ) એ સર્વને ગણેશ ઉત્સવ ની શુભકામનાઓ પાઠવી હતી. 

સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
9979407774
SHARE

Author: verified_user

0 comments: